ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રાષ્ટ્રવાદમાં કોઈને રસ નથી, લોકોને ગ્રાઉન્ડ લેવલ પરનો વિકાસ જોઈએ છે
કઈ રાજનીતિ અને રણનીતિ દિલ્હીવાસીઓમાં ચાલી ગઈ કે કેજરીવાલ જીતી ગયા? જોકે આ પ્રશ્નનો જવાબ તો ભાજપ જે મુદ્દાઓ પર દિલ્હીમાં પ્રચાર કરી રહી હતી તે મુદ્દાઓ જ આપી શકશે. જી હા... દિલ્હીવાસીઓએ રાષ્ટ્રવાદ અને હિંદુ-મુસ્લિમ જેવા મુદ્દાઓ પર સહેજ પણ ધ્યાન આપ્યા વગર સ્પષ્ટ રીતે સામાન્ય પ્રજાને સીધા અસર કરતાં વિકાસના મુદ્દાઓ ધ્યાને લઈ મતદાન કર્યું હોય તેવું પરિણામો જણાવે છે.
ADVERTISEMENT
શાહીનબાગમાં ‘કરંટ’ જવાના બદલે અમિતભાઈ પાસે પહોંચ્યો ‘કરંટ’
ADVERTISEMENT
દિલ્હીના પરિણામો સાંભળતાં જ સોશિયલ મીડિયામાં મીમ્સ અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાનું આ એક વાક્ય જે સીધુ અમિત શાહ પર નિશાન સાધી રહ્યું છે.‘ દિલ્હીવાસીઓએ એવું જોરથી બટન દબાવ્યું કે ‘કરંટ’ સીધો અમિતભાઈને લાગ્યો...’ આ વાક્યનો સીધો સંબંધ જ્યારે અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન એવું કહ્યું હતું કે... દિલ્હીવાસીઓ EVM પર એવું બટન દબાવજો કે કરંટ સીધો શાહીનબાગ જાય. આ વાક્ય ભાજપ અને અમિત શાહની વિચારધારા વિશે ઘણું બઘું કહી જાય છે.
.jpg)
ADVERTISEMENT
કેજરીવાલની પ્રતિષ્ઠા અને સરળતા લોકોને ગમી ગઈ
અરવિંદ કેજરીવાલની પાર્ટી આપે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં કરેલાં ગ્રાઉન્ડ લેવલના કામો જેવાં કે વીજળી 200 યૂનિટ સુધી ફ્રી કરવી, સરકારી સ્કૂલોનું સ્તર સુધારવું, મફત પાણી આપવું આ ઉપરાંત પણ ઘણા બધા મુદ્દાઓ જેને કેજરીવાલને જીતાડ્યા. જોકે કેજરીવાલની પ્રતિષ્ઠા અને સરળતાને લોકો ખુબ જ પસંદ કરતાં હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
લગભગ દેશનું આખુ ભાજપ દિલ્હીમાં હતું છતાં હાર હાથમાં આવી
અમતિ શાહની તમામ રણનીતિઓ ફેઈલ સાબિત થઈ છે. લગભગ 350થી વધારે ભાજપના દિગ્ગજ નેતાઓ કેટલાય દિવસથી દિલ્હીમાં ધામા નાંખી બેઠા હતા. ભાજપના સુત્રો મુજબ 200થી વધુ સાંસદો, 70થી વધુ મંત્રીઓ અને કેટયાલ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પ્રચાર અર્થે હતા. જે અમિતભાઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે શેરીએ-શેરીએ જવાને બદલે માત્ર ભાષણો આપી પ્રચાર કર્યો હતો, તે જ અમિતભાઈ આ ચૂંટણી જીતવા દિલ્હીની શેરીએ શેરી ખુંદી વળ્યા હતા. આ ઉપરાંત 35થી વધુ રેલીઓ પણ કરી હતી. છતાં અંતે હાર જ હાથમાં આવી.
આલેખનઃ ધવલ માકડિયા - ચીફ સબ એડિટર- VTVGujarati.com
સંકળાયેલા મુદ્દાઓ