ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / Maharashtra Bjp Changed Game Overnight Shiv Sena Gets Nothing After A Long Political Drama

'મહા' રાજનીતિ / ભાજપે શિવસેનાનો રાતોરાત ખેલ પાડી દીધો, સપનું કરી નાંખ્યું ચકનાચૂર

Published By: Gayatri

Last Updated: 11:36 AM, 23 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયુ. કેટલાય દિવસોથી ચાલતા હાઈપ્રોફાઈલ રાજનૈતિક ડ્રામાનો આજે સવારે અંત આવી ગયો છે. રાતો રાત મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણો બદલાઈ ગયા અને ફરીથી ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ તરીકે ગોઠવાઈ ગયા.

ADVERTISEMENT

  • રાતોરાત સત્તાના સમીકરણો બદલાયા
  • ઘીના ઠામમાં ઘી- ફડણવીસ ફરીથી મહારાષ્ટ્રના CM
  • NCP ભાજપના ખોળે બેઠુ

મહારાષ્ટ્રમાં રાતો રાત આખી તસવીર બદલાઈ ગઈ હતી. શનિવાર સવારે અચાનક જ દેવેન્દ્ર ફડણવીસના સીએમ તરીકે શપથ લઈને ફરીથી ભાજપા અને NCP હમ સાથ સાથ હૈનો સૂર રેલાવતા શિવસેના હક્કીબક્કી રહી ગઈ હતી. શુક્રવારની મોડી રાત સુધી કોંગ્રેસ NCPનું ગઠબંધન નક્કી હતુ અને આ બંનેના સહકારથી શિવસેના સત્તારૂઢ થવાનું હતુ પરંતુ મોઢે આવેલો કોળિયો શિવસેના પાસેથી છીનવાઈ ગયો હતો. 

શિવસેનાનું તાજપોશીનું સપનું સપનું જ રહ્યુ

શુક્રવારે મોડી રાત સુધી શિવસેના મહારાષ્ટ્રની સત્તા હાથવેત હોવાનું સપનું જોઈ રહયુ હતુ અને શિવસેનાના નેતા સંજય રાઉત ઉદ્વવ ઠાકરેની શપથવિધિની તૈયારીઓ અંગે ઈશારાઓ આપી રહ્યા હતા અને શનિવારે હજુ તો રાજ્યપાલ પાસે જઈને સરકાર રચવાની માંગ કરવાના હતા ત્યારે ભાજપે એવી તો બાજી ખેલી કે શિવસેના ઉંઘતુ રહ્યુ અને ભાજપ NCPના ગઠબંધનની સરકારે શપથ પણ લઈ લીધા. 

શરદ પવાર માટે શિવસેના કહેશે...વાદા તેરા વાદા.. જુઠ્ઠા તેરા વાદા

શુક્રવાર સાંજે કોંગ્રેસ NCP અને શિવસેનાની બેઠક બાદ ખુદ પવારે કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનશે. જો કે કોંગ્રેસે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહતી. પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પૃથ્વીરાજ ચૌહાણ પણ ગેલમાં આવી ગયા હતા અને કોંગ્રેસ, શિવસેના અને NCPના ગઠબંધનની સરકાર નક્કી હતી પરંતુ શનિવારે તખ્તપલટો થઈ ગયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Bjp Political Drama Shiv Sena મહારાષ્ટ્ર શિવસેના Maharastra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ