બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરાના સમાચાર / Madhu Srivastav, who was cut the ticket, said that if the workers say, I will fight as an independent and support this party.
Last Updated: 07:12 PM, 10 November 2022
ADVERTISEMENT
આજે...કાલે...ની લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાજપ દ્વારા 160 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ઘણા સિનિયર નેતાઓને આ વખતે ઘર ભેગા કરી યુવાઓને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે જાહેર કરાયેલ પ્રથમ યાદીમાં 14 મહિલા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવતા તેઓ હવે આગામી સમયમાં અપક્ષ ઉમેદવારી નોંધાવે છે કે ભાજપમાં જ રહીને પક્ષ માટે કામ કરશે તે જોવાનું રહ્યું?
જીલ્લા ભાજપ પ્રમુખને મળી ટિકિટ
વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ત્યારે અશ્વિન પટેલએ વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ છે.
કાર્યકરો કહેશે તેમ કરીશઃમધુ શ્રીવાસ્તવ
વાઘોડીયાથી છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતા મધુ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ વખતે મારા સ્થાને અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. મારા કાર્યકરો કહેશે તે મુજબ હું કરીશ, જો કાર્યકરો મને અપક્ષ ઉમેદવારી નોધાવવાનું કહેશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ અને જીતીશ તો ભાજપમાં જઈશ તેમજ મારે હજુ મારા ઘણા કામો કરવાના બાકી છે. બાકી રહેલ કામ પૂર્ણ કરવા માટે ચૂંટણી લડવી છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે વડોદરા જિલ્લાના જાહેર થયેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે pic.twitter.com/Aex2eGvJRi
— BJP Gujarat (@BJP4Gujarat) November 10, 2022
ADVERTISEMENT
છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પર ઉમેદવારને લઈને કોકડુ ગુંચવાયું છે. કારણ કે સંગઠનમાં નો-રિપીટનો સૂર ઉઠ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટક્કર આપે તેવા ચહેરાની શોધમાં છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા
સેન્સ પ્રક્રિયા વખતે દબંગ નેતાને દૂર રખાયા હતા
વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના ઉમેદવાર માટેની સેન્સ પ્રક્રિયા વખતે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી. ત્યારે દબંગ નેતાને મીટીંગથી દૂર રાખવામાં આવ્યા હોવાનું પણ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલ બેઠક બાદ જ દબંગ નેતાની ટિકિટ કપાય તેવી ચર્ચા "ટોક ઓફ ધ ટાઉન" બની હતી.
ADVERTISEMENT
મતદારોની સંખ્યા
2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, આ વિસ્તારમાં કુલ 3,57,883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.