બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Lok Sabha Election 2024 These leaders are playing the emotional card in the Lok Sabha elections in Gujarat

મહામંથન / ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ નેતાઓ ખેલી રહ્યા છે ઈમોશનલ કાર્ડ, શબ્દોનો બ્રાન્ડ તરીકે ઉપયોગ

Dinesh

Last Updated: 09:59 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોનો પ્રચાર તેજ બન્યો છે, બનાસકાંઠા, પાટણ અને અમરેલીમાં ભાવનાત્મક મુદ્દા પર પ્રચાર થઈ રહ્યો છે.

આપણો દેશ મુદ્દાઓની ભરમારવાળો દેશ છે. એક નાના એવા ગામના પોતાના પ્રશ્નો છે, તો જ્યારે રાજ્ય સ્તરના પ્રશ્નો સાંભળીએ તો ખબર પડે કે આમાં રાજ્યની મોટાભાગની જનતાનો મુદ્દો જ નથી, આ પ્રશ્ન છે જ નહી. એવું કહીએ છીએ કે લોકસભાની ચૂંટણીએ દેશની ચૂંટણી છે, એમાં સર્વમાન્ય દેશના મુદ્દાઓ હોય છે, દેશના પ્રશ્નો હોય છે. પણ એક સામાન્ય નાગરિક જે રોજ બે ટંકની રોજીરોટી માટે નિકળે છે એના પોતાના અલગ મુદ્દા હોય છે. આપણે ત્યાં પણ કોઈ કહી રહ્યું છે કે આ રસ્તો નહી બનાવો તો મત નહી આપીએ, અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું, તો કોઈક પાણી નહી મળે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકીઓ આપે છે. આ બધાની વચ્ચે નેતાઓ અને લોકસભાના ઉમેદવારો પ્રચારનો નવો ચીલો ચાતરી રહ્યાં છે. દેશના મુદ્દાઓ તો ખરા જ, રાજ્યના પ્રશ્નો તો ખરા જ, અને વિકાસ અને નહી વિકાસની વાત ખરી જ, પણ મતદારોને પોતાના લાગે એવા સ્લોગન અને સૂત્રો ગુજરાતની હવામાં અત્યારે તો તરી રહ્યાં છે. આજે વાત કરવાની છે એ લોકસભાના મતદારોની અને નેતાઓની, જેમણે પ્રચારના પોતાના સૂત્રો બનાવ્યા, અને મતદારોને બાંધવાનો પ્રયત્ન પણ કરી રહ્યાં છે, વાત છે, બનાસકાંઠાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની, વાત છે પાટણના ચંદનજી ઠાકોરની અને વાત છે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની. આ પ્રચારની હેલીમાં ગામનો દીકરો અને ગામની દીકરી તો સાચી જ, પણ મતદાર કોનો થાય છે

પ્રચંડ પ્રચાર
લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોનો પ્રચાર તેજ બન્યો છે.  પ્રચારમાં ઉમેદવારોએ ભાવનાત્મક મુદ્દાને સ્થાન આપ્યું છે. બનાસકાંઠા, પાટણ અને અમરેલીમાં ભાવનાત્મક મુદ્દા પર પ્રચાર થઈ રહ્યો છે. બનાસકાંઠામાં ગેનીબેને મામેરૂ ભરવા આહવાન કર્યુ. ગેનીબેને મામેરામાં મત આપવાનું કહ્યું છે. તો પાટણમાં ચંદનજી ઠાકોરે પોતાની પાઘડી ધરી મત માગ્યા છે. સમાજ સામે પાઘડી ધરી આબરૂ સાચવા આહવાન કર્યુ છે. અમરેલીમાં જેનીબેન વતી કોંગ્રેસ નેતાનું આહવાન છે. ખોળો પાથર્યો હોય ત્યારે આશીર્વાદ આપવાની અપીલ કરાઇ છે. જેનીબેન વીરજી ઠુમ્મરના દીકરી છે અને સાસરે મહેસાણા છે. જેનીબેન અમરેલીના દીકરી હોવાના નાતે મત માટે અપીલ કરી છે. 

ચંદનજીનો પાઘડી ધરવાનો તર્ક શું?
સામાજિક દ્રષ્ટિએ પાઘડીએ આબરૂનું પ્રતિક છે. પાઘડી કોઇની સામે ધરવી એટલે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવું અને કોઇની સામે પાઘડી ધરે એટલે તેમને સમર્પિત છે તેવો અર્થ છે. પાઘડી સોંપવી એટલે પોતાનું સ્વાભિમાન સોંપવાની વાત છે. સમાજ કે કોઇ વ્યક્તિ કોઇની પાઘડી સ્વીકારે એટલે તેની જવાબદારી વધે છે.  પાટણમાં ચંદનજી ઠાકોર પાઘડી ધરી અને ભાવુક થઇને અપીલ કરી રહ્યાં છે.  ચંદનજી ઠાકોરે ઉંદરા ગામે મતદારો સામે પાઘડી ધરી દીધી હતી. પોતાની પાઘડી ઉતારીને મતદારોને અપીલ કરી હતી. પાઘડીની લાજ તમારા હાથમાં તે જવા ન દેતા તેવું ચંદનજી ઠાકોરે કહ્યું છે. ચાણસ્મામાં પણ ચંદનજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી હતી. રબારી સમાજની સભામાં રઘુ દેસાઇના હાથમાં પાઘડી આપી હતી. રઘુ દેસાઇએ પાઘડીની લાજ રાખવા સમાજને અપીલ કરી હતી. ચંદનજી ઠાકોર પાટણથી કોંગ્રેસના ઉમેદવાર છે.  ભાજપે પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે, અને પાટણમાં બંને પક્ષોએ ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કર્યા છે

પાટણનો ચૂંટણીજંગ
ભરતસિંહ ડાભી- ભાજપ
V/S
ચંદનજી ઠાકોર- કોંગ્રેસ 

2019નું પરિણામ
ભાજપ    ભરતસિંહ ડાભી
પરિણામ    જીત

કોંગ્રેસ    જગદીશ ઠાકોર
પરિણામ    હાર

ગેનીબેન મામેરૂ ભરવાનું કેમ કહે છે?
આ વખતે ચૂંટણીમાં મામેરૂ શબ્દ ચર્ચામાં રહ્યો છે.  બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર  છે. ભાજપના ઉમેદવાર ડૉ.રેખા ચૌધરી સામે ટક્કર છે.  ગેનીબેન ઠાકોરે `બનાસની દીકરી' શબ્દને પોતાની ઓળખ બનાવી છે. `બનાસની દીકરી' બાદ મામેરૂ ભરવાનું આહવાન કર્યુ છે. પોતાના મત વિસ્તારમાં ગેનીબેન ઠાકોરે મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.  `એક બાજુ ધનશક્તિ' અને બીજી બાજુ `જનશક્તિ' હોવાનું કહી ભાજપ પર પ્રહાર કર્યા છે. "હું મતનું મામેરૂ ભરવા આવી છું,મારે હીરા મોતી,પૈસા નથી જોઇતા", "7 તારીખે વોટ આપી મતનું મામેરૂ ભરજો" મતદારોને આકર્ષવા ગેનીબેને બનાસની દીકરી બની મામેરામાં મત માટે અહ્વાન કર્યુ છે.

બનાસકાંઠાનો ચૂંટણીજંગ
ડૉ.રેખાબેન ચૌધરી - ભાજપ

ગેનીબેન ઠાકોર - કોંગ્રેસ 

2019નું પરિણામ -
પરબતભાઇ પટેલ, જીત  - ભાજપ
V/S
પરથીભાઇ ભટોળ, હાર - કોંગ્રેસ 

અમરેલીમાં જેનીબેનના સમર્થનમાં શું વાત થઇ?
અમરેલીમાં કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે.  કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જેનીબેનના સમર્થનમાં વાત કરી છે. અમરેલીની દીકરીએ ખોળો પાથર્યો છે ત્યારે આશીર્વાદ આપવાની જવાબદારી છે. હાલ જેનીબેન ઠુમ્મર મહેસાણામાં સાસરે છે.  જેનીબેન ઠુમ્મર કોંગ્રેસના નેતા વીરજીભાઇ ઠુમ્મરના દીકરી છે. મતદારોને રિઝવવા કોંગ્રેસ નેતાઓએ અમરેલીની દીકરી શબ્દનો ઉપયોગ કર્યો છે. ખોળો પાથરવાનો અર્થ કોઇની સમક્ષ પોતાની માગણી કે ઇચ્છા મૂકવી થાય છે. સામાજિક રીતે ખોળો પાથરવાની ઘટનાને ભાવનાત્મક રીતે જોવાય છે

અમરેલીનો ચૂંટણીજંગ 
ભરત સુતરિયા - ભાજપ
જેનીબેન ઠુમ્મર - કોંગ્રેસ 

વાંચવા જેવું: અમદાવાદ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

લોકસભા 2019નું પરિણામ
નારણ કાછડિયા, જીત-ભાજપ
પરેશ ધાનાણી, હાર-કોંગ્રેસ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Lok Sabha Election 2024 Mahamanthan Vtv Exclusive મહામંથન લોકસભા ચૂંટણી 2024 Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ