બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Traffic Police Commendable performance, helmets given to 7000 students

હેલ્મેટ સંસ્કાર ઝુંબેશ / અમદાવાદ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

Dinesh

Last Updated: 07:38 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ સંસ્કારની ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત ટ્રાફિક પોલીસે 7 હજાર વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષાનું વચન પૂર્ણ કર્યું છે

અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા ટ્રાફિક પોલીસનું હેલ્મેટ સંસ્કારનું ઝુંબેશ શરૂ કરાયું છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસે 7 હજાર વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષાનું વચન લીધું છે. પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલી રોટરી કલબમાં સ્કૂલના વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરાવીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે.

અમદાવાદ ટ્રફિક પોલીસની સરાહનીય કામગીરી
આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ નહીં પહેરનાર માતા પિતાને પણ જાગૃત કરશે. ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે પરંતુ તેમના માતા પિતા ટ્રાફિકના નિયમને લઈને બેદરકારી જોવા મળી રહી છે. કારણ કે, મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે.  અમદાવાદ શહેરમાં હેલ્મેટ નહી પહેરવાથી અકસ્માતમાં મુત્યુનો આંકડો વધી રહ્યો છે. જેનાથી પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે. પરંતુ તેમ છતાં વાહન ચાલકોમાં બેદરકારી જોવા મળી રહી છે.  અત્રે જણાવીએ કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 7 હજાર હેલ્મેટ બાળકોને વિતરણ કર્યા છે.

વાંચવા જેવું: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે, IPS હસમુખ પટેલની મોટી જાહેરાત

બાળકોને આપવામા આવ્યા હેલ્મેટ 
ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલી રોટરી કલબમાં સ્કૂલના વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે. મહત્વનું છે કે, અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલમાં બે વિધાર્થીઓ હેલ્મેટ વગર વાહન લઈને નીકળ્યા હતા જેમને અકસ્માત નડ્યો હતો. જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે વધુ એક કિસ્સામાં એક બાળક પોતાના પિતાની પાછળ બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે બમ્પ આવતા બાળક નીચે પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જેથી બાળકોની સલામતી માટે ટ્રાફિક પોલીસે જુદી જુદી GIDC અને કંપનીઓના યોગદાનથી હેલ્મેટ મેળવીને બાળકોને વિતરણ કર્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Traffic Ahmedabad news Ahmedabad traffic police અમદાવાદ ટ્રફિક પોલીસ હેલ્મેટ સંસ્કાર ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ