લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. કુલ 7 તબક્કામાં લોકસભા 2019ની થશે. પહેલા તબક્કાની ચૂંટણી 11 ઓપ્રિલથી જ્યારે છેલ્લા તબક્કાની ચૂંટણી 19 મેના થશે. આ વખતે ચૂંટણીને લઇને ઇલેક્શન કમિશન દ્વારા તમામ રાજનીતિક પાર્ટીઓને સોશ્યલ મીડિયા માટે કેટલાક આદેશો આપ્યા છે. જાણો રાજનીતિક પાર્ટીઓ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, યૂટ્યૂબ પર શું- શુ નહી કરી શકે...
- તમામ રાજનાતિક પાર્ટીઓના અરજી કરતા સમયે તમામ ઉમેદવારોએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યૂટ્યૂબની જાણકારી આપવાની રહેશે.
- આ સાથે જ રાજનીતિક પાર્ટીઓને પોતાના સોશ્યલ મીડિયા પર પેજ પર વિજ્ઞાપન આપતા પહેલા તેના માટે સર્ટિફિકેટ લેવુ પડશે.
- વેરિફિકેશન વગર કોઇ પણ વિજ્ઞાપન જેવા કે ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ પર પોસ્ટ નહી કરી શકાય.
- તમામ રાજનીતિક પાર્ટીઓને કુલ ચૂંટણી ખર્ચામાં સોશ્યલ મીડિયા પર થનારા ખર્ચને પણ શામેલ કરવો પડશે અને તેની જાણકારી આપવી પડશે.
- કોઇ પણ રાજનીતિક પાર્ટી સેનાની ફોટોને ઉપયોગ પોતાના પ્રચાર-પ્રસાર માટે નહી કરી શકે. તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ ઘણા રાજનીતિક પોસ્ટર્સમાં વિંગ કમાન્ડર અભિનંદનના ફોટોનો ઉપયોગ થયો હતો.
- કોઇ પણ પ્રકારની ફર્જી સમાચાર, ફર્જી વીડિયોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર નહી કરી શકાય. જો કોઇ રાજનીતિક પાર્ટી દોષિત ગણાશે તો તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.
- ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પર દેખાડવામાં આવનારા તમામ રાજનીતિક વિજ્ઞાપન ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવશે, ત્યારે WhatsAppને લઇને ખાસ ગાઇડલાઇન જારી કરવામાં આવી નથી.