બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે બેંકના લૉકરમાં આગ લાગી ગઇ, અથવા ચોરી થઇ, તો શું તમને પૂરેપૂરા રૂપિયા મળશે?
Last Updated: 03:29 PM, 3 July 2025
ઘણા લોકો પોતાના દાગીના અને જરૂરી દસ્તાવેજો સુરક્ષાની દ્રષ્ટિએ બેંક લોકરમાં રાખે છે. સામાન્ય લોકો માટે લોકર એ એક સુરક્ષિત જગ્યા હોય છે, જ્યાં તેઓ પોતાના કિંમતી સામાનને રાખી શકે છે જેથી ચોરી જેવા જોખમોથી બચી શકાય. દાયકાઓથી બેંક લોકરને સૌથી સુરક્ષિત વિકલ્પોમાંથી એક માનવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પરંતુ શું તમે જાણો છો કે જો તમે લાંબા સમય સુધી તમારા લોકરનો ઉપયોગ નહીં કરો તો બેંક તેને તોડી પણ શકે છે, તે પણ તમારી મંજૂરી વિના? ઉપરાંત, જો લોકરમાં ચોરી થઈ જાય કે આગ લાગી જાય તો, શક્ય છે કે બેંક તમને તેટલું નુકસાન ભરપાઈ ન આપે જેટલું તમારું વાસ્તવિક નુકસાન થયું છે. આવો, લોકર સાથે જોડાયેલા નિયમોને વિગતે સમજીએ.

ADVERTISEMENT
લોકર કેવી રીતે મળે છે?
બેંક લોકર લેવા માટે તમારે કેટલીક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમ કે પાનકાર્ડ, આધારકાર્ડ અને તમારો ફોટો તથા નોમિનીની ડિટેલ બેંકને આપવી પડશે. તેની માટે જરૂરી નથી કે તે બેંકમાં તમારું ખાતું હોવું જ જોઈએ, પરંતુ ઘણી બેંક તમને લોકર આપતા પહેલા સેવિંગ્સ ખાતું ખોલવા માટે કહી શકે છે.
ADVERTISEMENT
એકવાર તમને લોકર સુવિધા મળી જાય પછી, તેના એક્સેસથી લઈને ઉપયોગ સુધીની જાણકારી બેંક રેકોર્ડમાં રાખે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર તમને લોકર માટે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ સાઇન કરવું પડે છે. જોકે આ સ્પષ્ટ નથી કે સ્ટેમ્પ પેપરનો ખર્ચ કોણ ઉઠાવશે. આ એગ્રીમેન્ટની નકલ કોઈપણ વિવાદમાં જરૂરી બની શકે છે, તેથી તેને સુરક્ષિત રાખો.

ADVERTISEMENT
તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
બેંકમાં લોકર લેવા માટે તમારે ભાડું ચૂકવવું પડે છે. એ બેંક પર આધાર રાખે છે કે તે કેટલો ચાર્જ લે છે, પરંતુ સામાન્ય રીતે તે 1000 થી 1500 રૂપિયા થાય છે. ઉપરાંત બેંક તમને ફિક્સ્ડ ડિપોઝિટ રાખવા માટે પણ કહી શકે છે જેમાં ત્રણ વર્ષના ભાડાના બરાબર તથા લોકર ખાતું ખોલવા માટે લાગતા ચાર્જ જેટલા નાણાજમા કરવા પડે છે. જો તમે તમારા લોકરની ચાવી ગુમાવી દો તો તેને ખોલાવવા બેંકને બ્રેક ઓપન ચાર્જ ચૂકવવો પડે છે. ઉપરાંત લોકર ખોલતી વખતે તમારું હાજર રહેવું ફરજિયાત છે.
ADVERTISEMENT
બેંક ક્યારે તમારું લોકર ખોલી શકે છે?
તમારા બેંક લોકરમાં રાખેલા સામાનની જવાબદારી બેંક ત્યારે જ લે છે જયારે તેમાં નુકસાન, ચોરી કે આગ લાગે. આવી સ્થિતિમાં બેંક લોકર હોલ્ડરને લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા જેટલું જ નુકસાન વળતર આપે છે. ઉદાહરણ તરીકે, જો લોકરનું ભાડું 1000 રૂપિયા વાર્ષિક છે, તો આ સ્થિતિમાં બેંક 1 લાખ રૂપિયા સુધીનું જ વળતર આપશે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવેથી આ ડૉક્યુમેન્ટ ભૂલ્યાં, તો નહીં બને તમારું PANCARD, અટકી જશે સરકારી કામકાજ!
પછી જો તમે તમારું લોકર 7 વર્ષ સુધી ઉપયોગ ન કરો કે લોકર પર કોઈ દાવો ન કરો, તો બેંક તેને તમારી મંજૂરી વગર પણ ખોલી શકે છે અથવા તમારા નોમિની કે કાનૂની વારસદારોને સોંપી શકે છે. તેના માટે નોમિની કે કાનૂની વારસદારે 15 દિવસની અંદર માન્ય દસ્તાવેજો સાથે દાવો કરવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.