બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી આ ડૉક્યુમેન્ટ ભૂલ્યાં, તો નહીં બને તમારું PANCARD, અટકી જશે સરકારી કામકાજ!

ખાસ કામનું / હવેથી આ ડૉક્યુમેન્ટ ભૂલ્યાં, તો નહીં બને તમારું PANCARD, અટકી જશે સરકારી કામકાજ!

Last Updated: 02:44 PM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાનકાર્ડ બનાવાવા માટે હવે આ ડોક્યુમેન્ટ અનિવાર્ય બની ગયું છે. 1 જુલાઈથી લાગુ થયેલા નવા નિયમ અનુસાર પાનકાર્ડ સાથે આ ડોક્યુમેન્ટ લિંક હોવું ફરજિયાત છે. આ બદલાવના કારણે પાન સંબંધિત તમામ કાર્યો સરળતાથી થઈ શકે છે. જાણો કયું ડોક્યુમેન્ટ જરૂરી રહેશે અને તેના માટે શું પ્રક્રિયા કરવી પડશે?

જો તમે પાન કાર્ડ બનાવાવાના વિચારમાં છો, તો જાણો કે હવે પાનકાર્ડ બનાવાવવા માટે આધારકાર્ડને જરૂરી દસ્તાવેજ બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે જેને પણ પાનકાર્ડ બનાવાવું છે, તેના પાસે આધાર કાર્ડ હોવું જ જોઈએ. આ નિયમ પણ 1 જુલાઈથી અમલમાં આવી ગયો છે.

એટલું જ નહીં, તમારા આધાર નંબર સાથે તમારો મોબાઇલ નંબર પણ લિંક થયેલો હોવો જ જોઈએ. કારણ કે પાન કાર્ડ બનાવતા સમયે તમારે તમારી ઓળખ આધાર મારફતે વેરિફાઈ કરાવવી પડશે. ચાલો વિગતે આ બદલાવને સમજીએ.

શું થયો બદલાવ?

અત્યાર સુધી પાનકાર્ડ માટે અરજી કરતી વખતે આધારકાર્ડ હોય કે ના હોય , કોઈ ફરક પડતો ન હતો. આધારકાર્ડ ન હોય તો પણ તમે પાન કાર્ડ બનાવી શકતા હતા. હવે 1 જુલાઈથી આ નિયમમાં બદલાવ આવ્યો છે. હવે કોઈ પણને પાનકાર્ડ બનાવતાં પહેલાં આધારકાર્ડ હોવું અનિવાર્ય રહેશે. નહીં તો પાનકાર્ડ નહીં બને અને પાન કાર્ડ સંબંધિત સરકારી કામો પણ અટકી જશે.

adhar-pan-link

31 ડિસેમ્બર સુધી પાન-આધાર લિંક કરાવી લો

સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવું પણ જરૂરી બનાવી દીધું છે. એટલે કે જો તમારી પાસે પાનકાર્ડ પહેલેથી છે પરંતુ આધારકાર્ડ નથી, તો પણ તમે નિશ્વિત રહી શકતા નથી. હકીકતમાં, 31 ડિસેમ્બર 2025 સુધી પાન અને આધાર જેને પણ લિંક નહીં કરાવ્યા હોય, તેમનું પાનકાર્ડ રદ થઇ જશે. સરકારે આ પગલું ટેક્સ ચોરી રોકવા અને નાણાકીય લેન્ડેનમાં પારદર્શિતા લાવવા માટે ભર્યું છે.

આ રીતે લિંક કરો Pan અને Aadhaar

  • જો તમારી પાસે Pan અને Aadhaar કાર્ડ છે પરંતુ લિંક નથી, તો:
  • સૌથી પહેલા ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર જાઓ.
  • અહીં તમને Link Aadhaar નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમને પાન અને આધાર બન્નેના નંબર પૂછાશે, તેને દાખલ કરો.
  • પછી જે મોબાઇલ નંબર તમે બન્ને વખતે નોંધાવ્યો હતો, તે દાખલ કરો.
  • ત્યારબાદ I agree to validate my Aadhaar details with UIDAI પર ઓકે કરો.
  • છેલ્લે તમારી સ્ક્રીન પર Pan Has Been Linked Successfully નો સંદેશ આવશે.
pan-adhar-link-final

આધારકાર્ડ બનાવાવવા માટે શું કરવું?

જો તમે આધારકાર્ડ બનાવાવા માંગો છો, તો તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે અને આધારની અધિકૃત વેબસાઇટ પર જઈને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી મેળવી શકો છો. જો તમે તમારા ફોનમાં mAadhaar એપ ડાઉનલોડ કરી લેશો, તો પણ આ કામ તમે સહેલાઈથી કરી શકશો. આધાર કાર્ડ બનાવાવા જતા વખતે તમારી ઓળખ અને સરનામાના પુરાવા માટે કોઇ દસ્તાવેજ લઇ જવાનું ભૂલશો નહીં.

તમારી ઓળખના પુરાવા તરીકે તમે પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, પેન્શનર કાર્ડ, સ્વાતંત્ર્ય સેનાની કાર્ડ, ખેડૂત પાસબુક વગેરે લઇ જઈ શકો છો. સરનામાના પુરાવા તરીકે તમે પાસપોર્ટ, મતદાતા ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, વીજ બિલ, પાણીનું બિલ, લેન્ડલાઇન ટેલિફોન બિલ વગેરે લઇ જઈ શકો છો.

વધુ વાંચો : મકાન વેચવા પર તમારે કેટલો TAX આપવો પડશે? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સમજાવ્યું

આ નિયમો અનુસાર હવે પાનકાર્ડ બનાવવા માટે આધારકાર્ડ અનિવાર્ય બની ગયું છે અને મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. પાન અને આધાર સમયસર લિંક ન કરાવવાથી પાન કાર્ડ રદ થઈ શકે છે. એટલે વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરીને ભવિષ્યનાં સરકારી કામો માટે આ ડોક્યુમેન્ટ લિંક હોવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAN card Aadhar card PAN Aadhar link
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ