બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મકાન વેચવા પર તમારે કેટલો TAX આપવો પડશે? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સમજાવ્યું
Last Updated: 01:43 PM, 3 July 2025
જો તમે મકાન વેચવાનો વિચારી કરી રહ્યા છો તો આ મહત્વની ખબર તમારા માટે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે મકાન વેચવા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) પર ટેક્સ ભરવો પડે છે. હવે આ નિયમોમાં બદલાવ થયો છે. ઈન્કમ ટેક્સ વિભાગે આર્થિક વર્ષ 2025-26 માટે નવું કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સ(CII) જાહેર કર્યું છે.
ADVERTISEMENT
આ નિયમ 1 જુલાઈ, મંગળવારના રોજ જાહેર થયો હતો. આ ઇન્ડેક્સ કેટલાક ખાસ કેસોમાં ઈન્કમ ટેક્સની રકમ નક્કી કરવામાં તમારી મદદ કરશે, ભલે LTCGના હિસાબના નિયમો બદલાઈ ગયા હોય.
શું છે ઇન્ડેક્સ?
ADVERTISEMENT
તાજેતરમાં સરકારે આર્થિક વર્ષ 2025-26 માટે કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સ (CII) ‘376’ નક્કી કર્યો છે. આ નંબર 1 એપ્રિલ 2026થી લાગુ થશે. આ નંબરથી તમને જાણવામાં સરળતા પડશે કે જો તમે 2025-26માં કોઈ પ્રોપર્ટી વેચો છો તો તેની ખરીદ કિંમત મોંઘવારી પ્રમાણે કેટલી વધી છે. આથી તમને થનારા નફાનો સાચો આંકડો મળશે.

ADVERTISEMENT
ક્યાં વપરાશે આ નંબર?
જ્યારે પણ તમે કોઈ પ્રોપર્ટી વેચો છો, ત્યારે તેના પર થતો નફો કેપિટલ ગેઈન કહેવાય છે. આ નફા પર કેટલો ટેક્સ લાગશે, તે ઈન્કમ ટેક્સનો સેકશન 48 નક્કી કરે છે. ખાસ વાત એ છે કે કેટલાક ખાસ એસેટ્સ વેચતાં સરકાર તમને મોંઘવારીનો ફાયદો (CII ઈન્ડેક્સેશન) આપે છે. એટલે કે, તમારી ખરીદ કિંમતને મોંઘવારી પ્રમાણે વધી જાય છે, જેના કારણે તમારો ટેક્સબલ નફો ઓછો થાય છે અને તમને ટેક્સ પણ ઓછો ભરવો પડે છે. આ લાભ તમને ફક્ત એ એસેટ્સ પર મળે છે જે લાંબા સમયથી તમારી પાસે હોય.
ADVERTISEMENT
મોંઘવારી પ્રમાણે ઘરની કિંમત કેવી રીતે નક્કી કરશો?
જો તમે કોઈ પ્રોપર્ટી વેચી રહ્યા છો તો CII (કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સ) નંબરનો ઉપયોગ કરીને તમે તમારી સંપત્તિની કિંમતને મોંઘવારી પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. આથી તમને સાચો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે લોંગ ટર્મ કેપિટલ લોસ ખબર પડશે. આ છે સરળ ફોર્મ્યુલા-
ADVERTISEMENT
મોંઘવારી પ્રમાણે એડજસ્ટ થયેલી કિંમત = (વેચવાના વર્ષની CII / ખરીદવાના વર્ષની CII) × એસેટની મૂળ ખરીદ કિંમત

ADVERTISEMENT
ઉદાહરણ તરીકે
તમે વર્ષ 2002-03માં રૂપિયા 30 લાખમાં એક ઘર ખરીદ્યું અને હવે તેને 2025-26માં વેચી રહ્યા છો.
આર્થિક વર્ષ 2002-03નું CII = 105
આર્થિક વર્ષ 2025-26નું CII = 376
તો, મોંઘવારી પ્રમાણે એડજસ્ટ થયેલી કિંમત આ રીતે કાઢીશું:
(376 / 105) × 30,00,000 રૂપિયા = 1,07,42,857.14 રૂપિયા
આનો અર્થ એ થયો કે જ્યારે તમે ઘર વેચશો લગભગ 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 વચ્ચે વેચાય તો ત્યારે 1.07 કરોડ રૂપિયાની આ એડજસ્ટ થયેલી કિંમત તમારી વેચાણ કિંમતમાંથી કાઢી નાખવામાં આવશે. આથી ખબર પડશે કે તમને કેટલો લોંગ ટર્મ કેપિટલ ગેઈન થયો કે કેટલો લોંગ ટર્મ કેપિટલ લોસ થયો છે.
વધુ વાંચો: પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ, માત્ર એકવાર રોકાણ કરો, અને મેળવો દર મહિને 5500 પાક્કાં
મકાન વેચતી વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ લાગતો હોય છે, પરંતુ CIIના આધારે ખરીદ કિંમત મોંઘવારી પ્રમાણે એડજસ્ટ થાય છે, જેથી ટેક્સનું ભારણ ઓછું પડે. નવા નિયમો હેઠળ આ હિસાબમાં બદલાવ આવ્યો છે, તેથી મકાન વેચતાં પહેલા આ નિયમોને સારી રીતે સમજવું ખૂબ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.