ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / તમારા કામનું / WhatsApp પર YouTube ની જેમ પૈસા કમાવવાની તક, ચેનલથી આવી રીતે કમાઓ રૂપિયા

તમારા કામનું / WhatsApp પર YouTube ની જેમ પૈસા કમાવવાની તક, ચેનલથી આવી રીતે કમાઓ રૂપિયા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:21 AM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Earning: વોટ્સએપ પર પૈસા કમાવવાની એક નવી રીત શરૂ થવા જઈ રહી છે. કંપની એક નવી સુવિધા પર કામ કરી રહી છે

ADVERTISEMENT

WhatsApp Earning: વોટ્સએપ પર પૈસા કમાવવાની એક નવી રીત શરૂ થવા જઈ રહી છે. કંપની એક નવી સુવિધા પર કામ કરી રહી છે જે વપરાશકર્તાઓને તેમની ચેનલોને મોનેટાઇજ કરવાનો વિકલ્પ આપશે.

WhatsApp તેના વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે જેને લઇ YouTube જેવી ચેનલો બનાવીને વોટ્સએપ પર પૈસા કમાણી કરી શકાશે. માહિતી અનુસાર એકવાર આ સુવિધા ઉપલબ્ધ થઈ જાય પછી વપરાશકર્તાઓ તેમની વોટ્સએપ ચેનલોનું મોનેટાઇઝ કરી શકશે. જે વપરાશકર્તાઓ સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવે છે તેમને વિશિષ્ટ સામગ્રીની ઍક્સેસ મળશે. તેથી જો તમે વોટ્સએપ ચેનલ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવે યોગ્ય સમય છે. તમે એક્સક્લૂસિવ કંટેટ બનાવીને સારા પૈસા કમાઈ શકો છો. ચાલો જોઈએ કે આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે અને વોટ્સએપ ચેનલ કેવી રીતે બનાવવી.

WhatsApp પર પૈસા કમાવવાની નવી રીત

માહિતી અનુસાર એકવાર નવી સુવિધા ઉપલબ્ધ થઈ જાય પછી વપરાશકર્તાઓ નાની ફી ચૂકવીને તેમની મનપસંદ ચેનલોમાં જોડાઈ શકશે. વોટ્સએપ પાસે એક ચેનલ વિકલ્પ છે, જે વપરાશકર્તાઓને કોઈપણ ચેનલમાં મફતમાં જોડાવાની મંજૂરી આપે છે. ચેનલની કોઈપણ પોસ્ટ અથવા કંટેટને ઍક્સેસ કરવા માટે તેમને કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. નવા ફીચરમાં આ બદલાઇ જશે. જેમાં સબ્સ્ક્રિપ્શન ફી વિકલ્પ ઉમેરવામાં આવશે. વપરાશકર્તાઓ એ પણ જોશે કે ચેનલમાં કેટલા પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે. આ તેમને મૂલ્યાંકન કરવામાં મદદ કરશે કે તેઓ જે ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી રહ્યા છે તેનું કંટેટ પૈસા આપવા લાયક છે કે નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ ટેક / ટેકનોલોજી સ્ટાર્ટઅપના ભંડોળ મામલે ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ, ગયા નાણાકીય વર્ષમાં એકત્ર કર્યા 11.7 અરબ ડોલર

WhatsApp ચેનલ કેવી રીતે બનાવવી?

વોટ્સએપ ચેનલ બનાવવી ખૂબ સરળ છે, અને પ્રક્રિયા Android અને iPhone બંને પર સમાન છે.

- પ્રથમ એપ્લિકેશન ખોલો અને ચેનલ સેક્શનમાં જાઓ.

- અહીં ચેનલ લિસ્ટ નીચે તમને 'ક્રિએટ ચેનલ' ઓપ્શન દેખાશે.

- પછી WhatsApp કેટલીક સૂચનાઓ પ્રદર્શિત કરશે. ચાલુ રાખો વિકલ્પ પર ટેપ કરો.

- આગલા પેજ પર તમને ચેનલનું નામ અને ડિસ્ક્રિપ્શન પૂછવામાં આવશે. તમે ચેનલ આઇકોન પણ ઉમેરી શકો છો.

- જરૂરી માહિતી આપ્યા પછી ડન પર ટેપ કરો. આવી રીતે તમારી ચેનલ બનીને તૈયાર થઇ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TECH NEWS WhatsApp WhatsApp Feature

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ