બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે છેલ્લી તારીખ સુધીમાં IT રિટર્ન ન ભરી શક્યાં, તો ભરવો પડશે આટલો દંડ

ITR Return 2025 / માનો કે છેલ્લી તારીખ સુધીમાં IT રિટર્ન ન ભરી શક્યાં, તો ભરવો પડશે આટલો દંડ

Published By: Shilpa Parmar

Last Updated: 03:57 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR Return 2025 : IT રિટર્ન ભરવામાં હવે માત્ર 2 દિવસ જ બાકી છે. ભારતમાં આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. જાણી લો કે જો કોઈ કારણસર તમે આ તારીખ સુધી ITR ફાઈલ નથી કરી શકતા તો કેટલો દંડ થશે?

દેશભરના ટેક્સ પેયર્સ આ દિવસોમાં IT રિટર્ન ભરવામાં વ્યસ્ત છે. આ વર્ષે 31 જુલાઈની જગ્યાએ 15 સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. જેમ જેમ અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ ટેક્સ પેયર્સની ચિંતા પણ વધી રહી છે.

ઘણી વખત ભૂલથી અથવા આળસને કારણે છેલ્લી તારીખ ચૂકી જવાય છે, જેના કારણે ટેક્સ પેયર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ જારી થઈ શકે છે અને પછી સરકારી કચેરીઓના ચક્કર લગાવવાના વારો આવે છે.

Income Tax Return

IT રિટર્ન ના ભરીએ તો કેટલો દંડ ભરવો પડે?

દરેકે સમયસર આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે, નહીંતર ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પ્રથમ મુશ્કેલી એ છે કે જો કોઈ વ્યક્તિ સમયસર આવકવેરા રિટર્ન ફાઈલ ન કરે તો તેને દંડ ભરવો પડે છે. ટેક્સ કાયદા મુજબ, જો આવક 5 લાખથી વધુ હોય તો 5000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, જ્યારે 5 લાખથી ઓછી આવક હોય તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

INCOME-TAX-1-

દંડ સાથે વ્યાજ પણ ભરવું પડશે

જેમને ટેક્સ ભરવાનો બાકી છે તેમને દર મહિને 1 ટકાના દરે વ્યાજ પણ ભરવું પડે છે. લેટ ભરાયેલા IT રિટર્નની પ્રક્રિયા પણ વધારે સમય લે છે, જેના કારણે રિફંડમાં પણ મોડું થાય છે. સાથે સાથે, ડેટ ચૂકી જવાથી કેપિટલ લોસ આગળ લઈ જવાની સગવડ પણ મળતી નથી.

વધુ વાંચો: આવનારા દિવસોમાં મળી શકે છે મોટી રાહત! શું EMIનો બોજો ઘટી જશે?

IT રિટર્ન બાકી રહી જાય તો આટલું કરો

જો કોઈ વ્યક્તિ ભૂલથી 15 સપ્ટેમ્બર સુધી IT રિટર્ન ફાઈલ ન કરી શકે, તો તેને ડરવાની જરૂર નથી. તેના માટે 31 ડિસેમ્બર 2025 સુધી બિલેટેડ રિટર્ન દાખલ કરવાની સગવડ રહે છે. પરંતુ તેના માટે દંડ અને વ્યાજ બંને ચૂકવવા પડે છે. તેમ છતાં, આ બધાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે સમયસર પોતાનું IT રિટર્ન ફાઈલ કરવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITR Income tax return itr last date 2025

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ