બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આવનારા દિવસોમાં મળી શકે છે મોટી રાહત! શું EMIનો બોજો ઘટી જશે?

કામની વાત / આવનારા દિવસોમાં મળી શકે છે મોટી રાહત! શું EMIનો બોજો ઘટી જશે?

Published By: Shilpa Parmar

Last Updated: 03:15 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI interest rate decision 2025 : GST દરમાં ઘટાડો થવાથી મોંઘવારીમાં રાહત મળશે એવી આશા રાખીને બેઠેલા સામાન્ય માણસોને શુક્રવારે ઝટકો લાગ્યો છે.જાણો મોંઘવારીના જાહેર થયેલા આંકડાઓ.

સરકાર તરફથી કરવામાં આવેલ GST દરમાં ઘટાડો આવનાર દિવસોમાં સામાન્ય માણસના ખિસ્સા પરનો ભાર હળવો કરશે એવી આશા સૌને હતી, પરંતુ શુક્રવારે આવેલા મોંઘવારીના આંકડાઓએ લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

હાલના સરકારી આંકડાઓ મુજબ, ઓગસ્ટમાં સામાન્ય માણસને મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો. ગયા મહિને રિટેલ મોંઘવારી જુલાઈના સૌથી ઓછા સ્તર 1.55% પરથી વધીને 2.07% થઈ ગઈ.

તેનો અર્થ એ થયો કે પાછળના મહિનાઓમાં મળતી મોંઘવારીની રાહત ઓગસ્ટમાં ઓછી થઈ છે. હા, નવરાત્રી એટલે કે 22 સપ્ટેમ્બરથી GST 2.0 લાગુ થવાનો છે, છતાં પણ લોકોને RBI પાસેથી આશા છે.

repo-rate

રેપો રેટ

એક રિપોર્ટ મુજબ, જો કંપનીઓ આ ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડે તો તાજેતરમાં કરવામાં આવેલા GST ઘટાડાથી મોંઘવારી ઘટી શકે છે. એવું બનશે તો ભારતીય રિઝર્વ બેંક (RBI) આ વર્ષના ચોથા ત્રિમાસિકમાં રેપો રેટમાં 0.25% સુધીનો ઘટાડો કરીને 5.25% કરી શકે છે.

રિપોર્ટ મુજબ, ટેક્સમાં ઘટાડાથી રિટેલ મોંઘવારી (CPI) 1% સુધી ઘટી શકે છે, પરંતુ જો કંપનીઓ ફક્ત આંશિક ફાયદો જ ગ્રાહકોને આપે તો મોંઘવારી આશરે 0.5% જેટલી ઘટશે. આવી સ્થિતિમાં રેપો રેટમાં ઘટાડો મહત્વનો સાબિત થઈ શકે છે, જે સીધો સામાન્ય માણસને રાહત આપી શકે છે.

EMIનો ભાર થઈ શકે છે ઓછો

રિપોર્ટમાં જણાવાયું છે કે GST દરમાં ઘટાડાથી સરકારે નુકસાન સહન કરવું પડશે, પરંતુ સામાન્ય માણસને ફાયદો થશે. જોકે, આખા વર્ષ દરમિયાન વપરાશ વધવાથી GDPની વૃદ્ધિમાં 0.2%નો વધારો થઈ શકે છે. પરંતુ આવું ત્યારે જ શક્ય છે, જ્યારે સરકાર વધેલી ખપતની ભરપાઈ કરવા માટે વધારે ટેક્સ ન વસૂલે. ઉપરાંત જો સામાન્ય માણસના હાથમાં વધારે રૂપિયા રહેશે તો ખપત પણ વધશે. આમાં રેપો રેટમાં ઘટાડો મોટો ભાગ ભજવી શકે છે.

repo-rate-2

ખપત વધારવા પર રહેશે ભાર

GSTમાં થયેલા ઘટાડાને વિશાળ સ્તરે જોવું જોઈએ. જો આ ઘટાડાને આ વર્ષના આવકવેરામાં કરાયેલા ઘટાડા અને રેપો રેટ ઘટવાથી દેવું ચુકવવામાં થતા ઓછા ખર્ચ સાથે જોડવામાં આવે, તો કુલ ખપતમાં વધારો GDPના 0.6% જેટલો થઈ શકે છે. જોકે, તેનો થોડો ભાગ લોકો બચતમાં મૂકી શકે છે, જેના કારણે વાસ્તવિક ફાયદો થોડો ઓછો થઈ જશે.

વધુ વાંચો: કરોડો PF ખાતા ધારકોને દિવાળીની ભેટ! હવે મળશે ડબલ પેન્શન!

પહેલાં ક્યારે ઘટ્યો હતો રેપો રેટ?

RBIએ ઓગસ્ટની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યો હતો. જોકે, સેન્ટ્રલ બેંકે તે પહેલાં જૂનમાં રેપો રેટમાં 0.50% એટલે કે 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આ સતત ત્રીજી વાર હતું જ્યારે RBIએ રેપો રેટ ઘટાડ્યો હતો. તેના પહેલાં ફેબ્રુઆરી 2025 અને એપ્રિલ 2025ની બેઠકોમાં પણ રેપો રેટમાં 0.25%- 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI repo rate cut 2025 RBI interest rate decision 2025 GST rate cut effect on common man

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ