બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મુશ્કેલીના સમયમાં તમારા 456 રૂપિયા પરિવારને 4,00,000 અપાવશે, એ કઇ રીતે, વાંચો સરકારી સ્કીમ

તમારા કામનું / મુશ્કેલીના સમયમાં તમારા 456 રૂપિયા પરિવારને 4,00,000 અપાવશે, એ કઇ રીતે, વાંચો સરકારી સ્કીમ

Last Updated: 01:37 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુશ્કેલીના સમયમાં થતી નાની સહાયતા પણ ઘણી વખત ખૂબ મોટી સાબિત થઈ શકે છે. અમે તમને એવી બે યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં 500 રૂપિયા કરતાં પણ ઓછા ખર્ચે તમે તમારા પરિજનો માટે 4 લાખ રૂપિયાનું સુરક્ષિત ભવિષ્ય તૈયાર કરી શકો છો.

ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના દ્રશ્યો હચમચવી દે તેવા છે. આ ભયાનક અકસ્માતમાં જેમણે પોતાના નજીકના લોકો ગુમાવ્યા છે, તેમના દુઃખની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નસીબે જે ઘાવ આપ્યા છે, તેના પર કદાચ જ કોઈ મલમ કામ કરે. પોતાના વહાલાને ગુમાવવાના દુઃખ કરતાં મોટું બીજું શું હોઈ શકે? મુશ્કેલીની ઘડી ક્યારેય કહીને આવતી નથી. ક્યારે શું થઈ જાય તેનો અંદાજ લગાવવો પણ અશક્ય છે.

હવે ભવિષ્યમાં છુપાયેલી આપત્તિઓનો સામનો કરવા માટે આપણે થોડા નાના પગલાં લઈ શકીએ છીએ. આવા નાના પગલાં મુશ્કેલીના સમયે આપણા પરિવારજનો માટે ખૂબ કામ આવી શકે છે. માત્ર 500 રૂપિયાથી પણ ઓછી રકમમાં વર્ષ દરમિયાન ખર્ચ કરીને આપણે આપણા પરિવારમાં મુશ્કેલ સમયે 4 લાખ રૂપિયાનો સહારો કરી શકીએ છીએ.

કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકને સુરક્ષિત ભવિષ્યનો અધિકાર આપવા માટે બે ખાસ યોજનાઓ શરૂ કરી હતી. આ યોજનાઓ સાથે અત્યાર સુધી કરોડો લોકો જોડાઈ ચૂક્યા છે. જો તમે હજી સુધી આ યોજનાઓનો હિસ્સો નથી બન્યા તો તરત જ આ પગલાં લઈ લો કારણ કે મુશ્કેલીઓ ક્યારેય કહીને આવતી નથી.

life-insurance

436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ઘણીવાર ઘણો વધારે હોય છે. આ કારણે સામાન્ય માણસ જીવન વીમો લેતો નથી. આ સમસ્યાને સમજીને કેન્દ્ર સરકારે 9 મે, 2015ના રોજ 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના' લોંચ કરી. આ યોજના હેઠળ વર્ષમાં માત્ર 436 રૂપિયા આપી દેશનો કોઈપણ નાગરિક 2 લાખ રૂપિયાની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકે છે.

આ યોજનામાં અત્યાર સુધી 17 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. જો ઈશ્વર ન કરે પણ પોલિસીધારકનું અવસાન થાય તો તેમના પરિવારજનોને 2 લાખ રૂપિયા લાઈફ ઈન્શ્યોરન્સ રૂપે મળી શકે છે. જીવન જ્યોતિ વીમો શું છે, આ પોલિસી લેવા માટે શું કરવું પડશે, ક્લેમ કેવી રીતે મળશે, તેની બધી માહિતી ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકો છો.

pmjjby

20 રૂપિયામાં 2 લાખનો અકસ્માત વીમો

પીએમ જીવન જ્યોતિ વીમા યોજના સાથે 9 મે, 2015ના રોજ કેન્દ્ર સરકારે બીજી યોજના પણ શરૂ કરી. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજનાનો ઉદ્દેશ એ છે કે જો કોઈ દુર્ઘટના થઈ જાય તો લાભાર્થી કે તેના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે. આ યોજનામાં જોડાવા માટે માત્ર 20 રૂપિયા વર્ષના ખર્ચવા પડે છે. એટલે કે પ્રતિદિન 0.05 પૈસાનો ખર્ચ.

જો કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં પોલિસી લેનાર વ્યક્તિનું અવસાન થઈ જાય તો પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. એજ નહીં, જો પોલિસીધારક દુર્ઘટનામાં દિવ્યાંગ બની જાય તો પણ તેમને કવરેજના રૂપમાં 2 લાખ રૂપિયા સુધી મળતી સહાય મળે છે. આ પોલિસી કેવી રીતે લેવી અને તેની પાત્રતા શું છે, તમે 'પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના' ઓફિશિયલ વેબસાઇટ પરથી જાણકારી મેળવી શકો છો.

વધુ વાંચો: કિડનીના દર્દીઓ માટે છે કોવિડ વેક્સિન છે આશિર્વાદ સમાન! રિસર્ચમાં થયેલા ખુલાસાથી હડકંપ

માત્ર 456 રૂપિયાનાં વાર્ષિક ખર્ચે સામાન્ય નાગરિક બે મહત્ત્વપૂર્ણ સરકારની યોજનાઓ સાથે જોડાઈને જીવન અને અકસ્માત વીમો મેળવી શકે છે. આ નાનકડો ખર્ચ મુશ્કેલીના સમયમાં પરિવારજનો માટે 4 લાખ રૂપિયા સુધીની સહાયરૂપ થઇ શકે છે. દરેક વ્યક્તિએ સમય રહેતા આવી યોજનાઓનો લાભ અવશ્ય લેવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Life Insurance Insurance Plan Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ