ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કિડનીના દર્દીઓ માટે છે કોવિડ વેક્સિન છે આશિર્વાદ સમાન! રિસર્ચમાં થયેલા ખુલાસાથી હડકંપ
Last Updated: 08:35 PM, 14 June 2025
ADVERTISEMENT
ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાએ વિશ્વભરમાં ખૂબ કાળો કેર વાર્તાવ્યો હતો. આ વાયરસથી લાખો લોકોના મૃત્યુ થાય છે અને ડર 5વર્ષ પછી આનો કહેર હાલમાં ચાલુ જ છે. સમય દર સમય કોરોનાની નવી લહેર આવતી જાય છે અને સંક્રમણના આંકડા વધી જાય છે . આ સંક્રમણથી બચવા કેટલીક વેક્સિન ઉપલબ્ધ છે. કહેવાય છે કે કોરોનાની વેક્સિન શરીરની રોગપ્રતિકારકશક્તિને મજબૂત કરે છે જે વાઇરસથી બચવામાં મદદ કરે છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કોવિડ વેક્સિનને લઈને એક નવા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા આપ્યા છે આ ખુલાસાથી હડકંપ મચી જવા પામ્યો છે.
ADVERTISEMENT
ડાયાલિસિસ કરાવવાની જરૂરી ઓછી
યુએસની કેલેફોર્નિયા યુનિવર્સિટી (UCLA) દ્વારા એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રિસર્ચઅનુસાર જે દર્દીઓને કોરોના થયા પહેલા વેક્સિન લગવામાં આવી હતી અને કોરોના થયો ત્યારે તેમણે કિડનીને લગતી ગંભીર બીમારી જેવી કે એક્યુટ કિડની ઇન્જરી થઈ તેઓની હાલત વેક્સિન લીધા વગરના જે કિડનીના દર્દીઓ હતા તેમના કરતાં વધુ સારી હાલત જોવા મળી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં જે દર્દીઓએ પહેલાથી કોરોના વેક્સિન લીધી હતી તેમને કોરોના સમયે ડાયાલિસિસ કરવાની જરૂર ઓછી પડી હતી આ ઉપરાંત હોસ્પિટલમાંથી રજા લીધા પછી પણ ડાયાલિસિસ કરાવવાની જરૂરી ઓછી રહી હતી. જ્યારે જે લોકોએ વેક્સિન નહોતી લીધી તેમની પરિસ્થિતિ ખરાબ જોવા મળી હતી.
ADVERTISEMENT
ડોક્ટર્સ અજાણ કે કોવિડ અને AKI સાથે થવાથી શું અસર થાય
હવે સવાલ એ ઊભો થાય છે કે એક્યુટ કિડની ઇન્જરી (AKI) શું છે ? તો તમને જણાવી દઈએ કે હેલ્થ એક્સપર્ટના માટે AKI એક એવી બીમારી છે જેમાં કિડની કામ કરવાનું અચાનક બંધ કરી દે છે. રિસર્ચમાં જણાવાયું છે કે કોરોના સંક્રમિત લગભગ 46 % લોકોને આ સમસ્યા થઈ શકે છે. ગંભીર પરિસ્થિતિમાં દર્દીને ડાયલિસિસની જરૂર પડે છે જે એક શરીરમાંથી ખરાબ વસ્તુઓ બહાર કાઢવાની પ્રક્રિયા છે. ડોક્ટર્સને તો હજુ સુધી ખબર જ ન હતી કે કોવિડ અને AKI સાથે થવાથી દર્દીઓને શું અસર થાય છે.
ADVERTISEMENT

વેક્સિન ન લેનાર દર્દીઓને આઇસીયુમાં ડાયલિસિસની જરૂર વધારે પડી
ADVERTISEMENT
આ સ્ટડી "કિડની મેડિસિન" નામની જર્નલમાં પ્રકાશિત થઈ છે. જેમાં 3500 કોવિડ દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે લોકો માર્ચ 2020થી 2022 ની વચ્ચે હોસ્પિટલમાં દાખલ થાય આહટ તેમાંથી 972 દર્દીઓને AKI બીમારી થઈ હતી. આ પેશન્ટમાંથી લગભગ 42% ટકા લોકોએ વેક્સિન નહોતી લીધી. જ્યારે 48% લોકોને ફાઈજર, મોર્ડના અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા વગરના દર્દીઓને આઇસીયુમાં ડાયલિસિસની જરૂર વધારે પડી હતી.
આ પણ વાંચો: દેશમાં ફરી આવ્યું માસ્ક રાજ, કોરોના વધતાં આ રાજ્યમાં સરકારે બહાર પાડી એડવાઇઝરી
ADVERTISEMENT
વેક્સિનથી ડાયાલિસિસની જરૂર ઓછી રહે
આ રિસર્ચની લીડ ઓથર અને UCLAના પ્રોફેશર ડૉ.નીલોફર નોબખ્તે જણાવ્યું હતું કે કોવિડ વેક્સિન એ જરૂરી સુરક્ષા ઉપાય છે જે કિડનીની બીમારીથી પીડિત દર્દીઓને ગંભીર અને મુશ્કેલીઓ ઓછી કરે છે. દરેક લોકો પોતાના ડૉક્ટરની સલાહ લઈ વેક્સિન જરૂર લગાવે કારણ કે આમાં મૃત્યુનો ડર ઓછો થાય છે અને ભવિષ્યમાં ડાયાલિસિસની જરૂર પણ ઓછી રહે છે. જે લાંબા અને સારા જીવન માટે એક જરૂરી પગલું સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ