બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 10:39 AM, 14 June 2025
Corona Virus : ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી એક નવો વેરિઅન્ટ JN-1 બહાર આવ્યો છે, જે ફરીથી સમગ્ર દેશમાં તબાહી મચાવી રહ્યો છે. કેરળથી મહારાષ્ટ્ર, દિલ્હી સુધીના મોટાભાગના રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસા, દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7131 છે. જોકે, 10,976 લોકો સ્વસ્થ પણ થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં 78 લોકોના કોરોનાથી મોત થયા છે. શનિવારે કેરળ અને પશ્ચિમ બંગાળમાં કોરોનાને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
કેરળમાં સ્થિતિ ગંભીર
કેરળ રાજ્યમાં કોરોનાએ પોતાનો પગ પેસારો કરી લીધો છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસ જ નહીં, પરંતુ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા 2055 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સાજા થયેલા લોકોની સંખ્યા 3736 છે. કેરળમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળ રાજ્યમાં દરરોજ 100 થી વધુ કોરોનાના સક્રિય કેસ નોંધાઈ રહ્યા છે.
ADVERTISEMENT
કેરળ પછી ગુજરાત બીજા ક્રમે
ADVERTISEMENT
ગુજરાતની વાત કરીએ તો કેરળ પછી તે બીજા ક્રમે છે જ્યાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ છે. આ રાજ્યમાં કોરોનાના 1358 સક્રિય કેસ છે. તે જ સમયે, સાજા થયેલા લોકોની સંખ્યા 1015 છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 2 લોકોના મોત થયા છે. ગુજરાતમાં એક દિવસમાં 70 થી વધુ સક્રિય કેસ નોંધાઈ રહ્યા છે.
#Punjab ‘ਚ ਕੋਰੋਨਾ ਨੂੰ ਲੈ ਕੇ ਐਡਵਾਇਜ਼ਰੀ ਜਾਰੀ, ਦੇਸ਼ ‘ਚ ਵਧਦੇ ਮਾਮਲਿਆਂ ਨੂੰ ਦੇਖਦੇ ਹੋਏ ਚੁੱਕਿਆ ਕਦਮ
— Ritam Punjabi (@RitamPunjabi) June 14, 2025
ਦੇਸ਼ ‘ਚ ਕੋਵਿਡ-19 ਦੇ ਮਾਮਲਿਆਂ ‘ਚ ਹਲਕਾ ਵਾਧਾ ਦੇਖਿਆ ਗਿਆ ਹੈ। ਇਸ ਦੇ ਮੱਦੇਨਜ਼ਰ ਸਿਹਤ ਤੇ ਪਰਿਵਾਰ ਭਲਾਈ ਵਿਭਾਗ ਨੇ ਲੋਕਾਂ ਦੀ ਸੁਰੱਖਿਆ ਲਈ ਇੱਕ ਐਡਵਾਇਜ਼ਰੀ ਜਾਰੀ ਕੀਤੀ ਹੈ।
ਇਸ ਐਡਵਾਇਜ਼ਰੀ ਚ ਕਿਹਾ ਗਿਆ ਹੈ ਕਿ ਪੰਜਾਬ ‘ਚ… pic.twitter.com/BMUTgBHKlf
ADVERTISEMENT
પંજાબે એડવાઈઝરી જાહેર કરી
પંજાબમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 29 સક્રિય કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાના વધતા કેસોને જોતા પંજાબ સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. સરકારે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ભીડવાળા વિસ્તારોમાં જતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત તેમણે આરોગ્ય કર્મચારીઓને માસ્ક પહેરવાની પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને ખાંસી કે તાવની ફરિયાદ હોય તો તેણે બીજાના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ખાંસી વખતે મોં પર રૂમાલ રાખવો જોઈએ.
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં કોરોનાનો એક પણ કેસ નથી
ADVERTISEMENT
ભારતમાં હજુ પણ બે રાજ્યો એવા છે જ્યાં કોરોનાનો એક પણ સક્રિય કેસ નથી. જોકે, આ રાજ્યોમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે. અત્યાર સુધી અરુણાચલ પ્રદેશમાં કુલ 3 સક્રિય કેસ નોંધાયા હતા પરંતુ તે રિકવર થયા છે. તેવી જ રીતે ત્રિપુરામાં ફક્ત એક જ સક્રિય કેસ હતો. તે પણ રિકવર થયો છે. આ રીતે, આજે આ બે રાજ્યોમાં કોરોનાનો એક પણ સક્રિય કેસ નથી.
આ પણ વાંચો : વિમાનમાં સીટ બદલતાં મોતે બદલ્યો રસ્તો, ક્રેશ થયેલી આ ફ્લાઈટમાં કોકપિટ બહાર 'કોક' બચ્યું
અન્ય રાજ્યોમાં કોરોનાની સ્થિતિ
બાકીના રાજ્યોની વાત કરીએ તો, દિલ્હીમાં કુલ સક્રિય કેસની સંખ્યા 714 છે. જ્યારે 1748 સક્રિય કેસ રિકવર થયા છે. પશ્ચિમ બંગાળમાં સક્રિય કેસની સંખ્યા 747 છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 251 સક્રિય કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 629 અને કર્ણાટકમાં 395 સક્રિય કેસ નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.