બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, આટલા રૂપિયા જમા કરાવો ને મેચ્યોરિટી પર મેળવો રૂ. 7,00,000
Last Updated: 10:12 AM, 15 April 2025
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયા બાદ ઘણી બેંકોએ પોતાની એફડીના વ્યાજદરમાં પણ ઘટાડો કર્યો છે. પરંતુ પોસ્ટ ઓફિસે હજુ સુધી તેની બચત યોજનાઓની વ્યાજદરમાં કોઈ ઘટાડો કર્યો નથી. એવા સમયમાં પોસ્ટ ઓફિસનો વ્યાજદર બેંકોની તુલનાએ વધુ આકર્ષક બન્યો છે. આજે આપણે એવી સ્કીમ વિશે જાણીએ જેમાં જો તમે રૂપિયા 5 લાખજમા કરો તો તમને સીધા-સીધા રૂપિયા 2,24,974 નું નિશ્ચિત વ્યાજ મળે છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની ટીડિ સ્કીમ
પોસ્ટ ઓફિસના ટીડિ ખાતાઓ બેંકની એફડીની જેમ જ હોય છે. પોસ્ટ ઓફિસ હાલ 1 વર્ષના ટીડિ પર 6.9 ટકા, 2 વર્ષના ટીડિ પર 7.0 ટકા, 3 વર્ષના ટીડિ પર 7.1 ટકા અને 5 વર્ષના ટીડિ પર 7.5 ટકા વ્યાજ આપે છે. જો તમે 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસના ટીડિ ખાતામાં રૂપિયા 5 લાખ જમા કરો છો તો મેચ્યુરિટી વખતે તમારી કુલ રકમ રૂપિયા 7,24,974 થાય છે. આમાં રૂપિયા 5 લાખ તો તમારી મૂડીની રકમ છે અને રૂપિયા 2,24,974 એ વ્યાજ રૂપે મળે છે.
ADVERTISEMENT
Here’s a secret: You don’t need a fortune to start saving!
— India Post (@IndiaPostOffice) April 10, 2025
Just ₹1000 gets you started with National Savings Certificates, a 100% government-backed investment.
For details, visit: https://t.co/drWKt7ECjj#DakSeDhan #NSC #IndiaPost pic.twitter.com/pvBQizhKJM
દરેક ગ્રાહકને સમાન વ્યાજ મળે છે
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની ટીડિ સ્કીમમાં ગ્રાહકોને ગેરંટી સાથે નિશ્ચિત વ્યાજ મળે છે. ખાસ વાત એ છે કે પોસ્ટ ઓફિસના ટીડિ ખાતામાં સામાન્ય નાગરિક હોય કે વરિષ્ઠ નાગરિક સૌને સમાન વ્યાજ મળે છે. ટીડિ ખાતામાં ઓછામાં ઓછા રૂપિયા 1000 જમા કરી શકાય છે, જ્યારે વધુમાં વધુ જમા કરવાં માટે કોઈ મર્યાદા નથી.

ADVERTISEMENT
અરજી પ્રક્રિયા
ADVERTISEMENT
વધુ વાંચો: એપ્રિલમાં જ રિટર્ન ફાઇલ કરી દીધું? તો રિફન્ડ ક્યાં સુધીમાં મળશે, આ રીતે ચેક કરો સ્ટેટસ
પોસ્ટ ઓફિસમાં જમા કરેલ તમારું નાણું સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે કારણ કે પોસ્ટ ઓફિસ એક સરકારી તંત્ર છે, જેને કેન્દ્ર સરકાર સંચાલિત કરે છે. એટલે તમારા એક એક પૈસાની જવાબદારી સરકાર લેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.