બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એપ્રિલમાં જ રિટર્ન ફાઇલ કરી દીધું? તો રિફન્ડ ક્યાં સુધીમાં મળશે, આ રીતે ચેક કરો સ્ટેટસ

કામની વાત / એપ્રિલમાં જ રિટર્ન ફાઇલ કરી દીધું? તો રિફન્ડ ક્યાં સુધીમાં મળશે, આ રીતે ચેક કરો સ્ટેટસ

Last Updated: 09:21 AM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી સૌને પોતાનું રિફંડ ક્યારે મળશે તે જાણવાની ઉત્સુકતા રહે છે. તો અમે તમને સરળ સ્ટેપથી આવકવેરા રિફંડની પ્રક્રિયા અને તેને કેવી રીતે ચકાસવી તે સમજાવીશું.

તમે એપ્રિલ મહિનામાં જો તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી દીધું હોય અને હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે મારું રિફંડ ક્યારે મળશે? તો અમે તમને જણાવીશું આવકવેરા રિફંડ અંગેની તમામ અગત્યની માહિતી. પરંતુ તેની પહેલા સમજીશું કે આવકવેરા રિફંડ એટલે શું? આવકવેરા રિફંડ એ ત્યારે મળે છે જ્યારે તમે સરકારી ખજાને એટલો કર (ટેક્સ) ચૂકવી દો છો જે તમારી વાસ્તવિક જવાબદારી કરતાં વધારે હોય. આવા સમયે, જ્યારે તમે ITR ફાઇલ કરો છો, ત્યારે તમે વધુ ચૂકવેલી રકમ પરત મેળવી શકો છો જેને આવકવેરા રિફંડ કહેવામાં આવે છે.

ITR-3

રિફંડની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે?

રિફંડની પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે તમારું ITR ઇ-વેરિફાય કરો છો. ફક્ત ફાઇલ કરવાથી રિફંડની પ્રક્રિયા શરૂ થતી નથી તેમાં ઇ-વેરિફિકેશન જરૂરી છે. સામાન્ય રીતે રિફંડ તમારા બેંક ખાતામાં જમા થવામાં 4 થી 5 અઠવાડિયા લાગી શકે છે. જો આ સમયગાળો પસાર થયા પછી પણ રિફંડ ન મળે, તો તમારું ITR એકવાર ફરી તપાસો કે કોઈ ભૂલ કે તમારી વિગત ખોટી તો નથી ને?

ITR-4

ઈમેઇલ અને SMS દ્વારા માહિતી

રિફંડ સંબંધિત તમામ અપડેટ્સ આવકવેરા વિભાગ તમારું રજિસ્ટર્ડ ઈમેઇલ અને મોબાઈલ નંબર પર મોકલે છે. એટલે તમારું ઈમેઇલ ચેક કરવાનું ભૂલતા નહિ. તમારા રિફંડની હાલની સ્થિતી જાણવા માટે તમારે પહેલા ઈ-ફાઇલિંગ પોર્ટલ (https://www.incometax.gov.in/) પર જાઓ. ત્યાં તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરો. ત્યારબાદ ‘My Account’ પર ક્લિક કરો અને ‘Refund/Demand Status’ પસંદ કરો. અહીં તમને તમારા રિફંડની હાલની સ્થિતિ અને પ્રોસેસ કઈ જગ્યાએ છે તે દેખાશે. જો કે NSDL રિફંડ પોર્ટલ (https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html) પર પણ તમારું PAN નંબર અને જે વર્ષની રિટર્ન ફાઇલ કરી છે તે વર્ષ નાખીને ચેક કરી શકો છો

આ પણ વાંચો : એલર્ટ.. ક્યાંક તમને તો આવો મેસેજ નથી આવ્યો ને! જો-જો ભૂલથી પણ લિંક ઓપન કરતા

હેલ્પલાઇન દ્વારા

જો તમને હજુ પણ સ્પષ્ટતા ન મળે, તો તમે આવકવેરા હેલ્પલાઇન પર પણ સંપર્ક કરી શકો છો. ITR માટે આ મહત્વના મુદ્દા ખાસ ધ્યાન રાખજો પહેલું ખાતા વિગતોમાં ભૂલ ન હોય તેની ખાતરી કરો, બીજું તમારું બેંક ખાતું ઈ-વેરિફાઇડ હોવું જોઈએ અને PAN સાથે ખાતું જોડાયેલું હોવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Income tax refund ITR refund process Income tax refund status
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ