ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Instagram પર વાયરલ થયો ChatGPTનો ‘80s Photo Trend, જાણો શું છે આ ટ્રેન્ડ અને કેવી રીતે બને છે

photo-story

5 ફોટો ગેલેરી

Lifestyle / Instagram પર વાયરલ થયો ChatGPTનો ‘80s Photo Trend, જાણો શું છે આ ટ્રેન્ડ અને કેવી રીતે બને છે

Last Updated: 12:07 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Instagram પર હાલ 80ના દાયકાના લુકવાળો AI ફોટો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પોતાની સામાન્ય તસવીરને ChatGPTની મદદથી 1980ના સમયની રેટ્રો તસવીરમાં બદલી રહ્યા છે.

1/5

photoStories-logo

1. આ શું છે 80s Photo Trend?

Instagram પર છેલ્લા કેટલાક દિવસોથી ‘What would I have looked like in the 80s?’ નામનો ફોટો ટ્રેન્ડ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ટ્રેન્ડમાં લોકો પોતાની આજની તસવીરનો ઉપયોગ કરીને ChatGPTની મદદથી એવી તસવીર બનાવે છે, જેમાં તેઓ 1980ના દાયકામાં રહેતા હોય તેવો લુક જોવા મળે છે. આ AI ટ્રેન્ડમાં માત્ર ચહેરો જ નહીં, પરંતુ કપડાં, હેરસ્ટાઇલ, એક્સેસરીઝ, બેકગ્રાઉન્ડ અને ફોટાની સ્ટાઇલ પણ 80ના સમય જેવી કરવામાં આવે છે. Instagram પર કેટલાક લોકો ‘Add Yours’ ફીચર દ્વારા પણ આ ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 80ના દાયકાની સ્ટાઇલ કેવી રીતે જોવા મળે છે?

આ ટ્રેન્ડની ખાસ વાત એ છે કે AI સામાન્ય ફોટાને જૂના સમયની તસવીર જેવો લુક આપે છે. તેમાં 80ના સમયના હેરસ્ટાઇલ, રેટ્રો કપડાં, જૂના જમાનાના ચશ્મા, જ્વેલરી અને અન્ય એક્સેસરીઝ ઉમેરી શકાય છે. કેટલાક ફોટામાં ડિસ્કો, પાર્ટી, ફ્લિપર્સ અને જૂના સમયના સ્ટુડિયો જેવા બેકગ્રાઉન્ડ પણ જોવા મળે છે. ફોટામાં જૂની ફિલ્મ જેવી લાઇટિંગ અને થોડું ગ્રેન પણ રાખવામાં આવે છે, જેથી તસવીર ખરેખર 1980ના દાયકામાં ખેંચાઈ હોય તેવી લાગે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ChatGPTથી 80s Photo કેવી રીતે બનાવશો?

આ ટ્રેન્ડમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારી એક સારી અને ક્લિયર તસવીર પસંદ કરો. ફોટામાં ચહેરો સ્પષ્ટ દેખાતો હોય તો પરિણામ વધુ સારું મળી શકે છે. ત્યારબાદ ChatGPTમાં ફોટો અપલોડ કરીને તેને 1980ના દાયકાના લુકમાં બદલવા માટે કહો. તમે તેમાં તમારી પસંદગી પ્રમાણે કપડાં, હેરસ્ટાઇલ, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને ફોટાની જૂની ફિલ્મ જેવી ક્વોલિટી વિશે પણ લખી શકો છો. એક સામાન્ય ફોટો પણ આ રીતે રેટ્રો ફોટામાં બદલી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેવો Prompt લખવો?

જો તમે પણ આ ટ્રેન્ડના ફોટો બનાવા માંગતા હોવ તો પહેલા ChatGPTમાં ફોટો અપલોડ કરીને એવો Prompt આપો what would looks like in 80s in details.80sની ફેશન, હેરસ્ટાઇલ, કપડાં, એક્સેસરીઝ, જૂના સમયનું બેકગ્રાઉન્ડ, સોફ્ટ સ્ટુડિયો લાઇટિંગ અને વિન્ટેજ ફિલ્મ ગ્રેન ઉમેરો. આ ઉપરાંત તમે ઇચ્છો તો 80s બોલિવૂડ, ડિસ્કો પાર્ટી, જૂનું સ્ટુડિયો અથવા યરબુક ફોટો જેવી અલગ થીમ પણ લખીને આપી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. Instagram પર ફોટો કેવી રીતે શેર કરવો?

ફોટો તૈયાર થયા પછી તેને સેવ કરીને Instagram પર પોસ્ટ અથવા Reelમાં શેર કરી શકાય છે. Instagramના ‘Add Yours’ ફીચર દ્વારા પણ લોકો પોતાની 80s સ્ટાઇલની તસવીરો શેર કરી રહ્યા છે, જેના કારણે આ ટ્રેન્ડ વધુ લોકો સુધી પહોંચી રહ્યો છે. આ ટ્રેન્ડ અત્યારે એટલો વાયરલ થઇ રહ્યો છે કે કેટલાક સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોતાના રેટ્રો લુક શેર કરી રહ્યા છે. એટલે જો તમને પણ જૂના જમાનાની પોતાની તસવીર કેવી દેખાતી હોત તે જોવાની મજા લેવી હોય, તો ChatGPTનો આ 80s Photo Trend સરળતાથી અજમાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Viral Trend ChatGPT 80s Photo Trend AI Photo Editing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ