ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ઊંઘમાં જો તમને આવું થતું હોય તો હાર્ટ એટેકનો ખતરો, કોઈને કહીને જાણી લેજો

લાઇફસ્ટાઇલ / ઊંઘમાં જો તમને આવું થતું હોય તો હાર્ટ એટેકનો ખતરો, કોઈને કહીને જાણી લેજો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:58 PM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Care: ઘણા લોકોને રાત્રીના સુમારે ઉઘતા હોય છે ત્યારે નસકોરાં બોલતા હોય છે.

ADVERTISEMENT

Health Care: ઘણા લોકોને રાત્રીના સુમારે ઉઘતા હોય છે ત્યારે નસકોરાં બોલતા હોય છે. તે વ્યક્તિની પણ આની ખબર હોતી નથી. રાત્રે ઉંઘમાં નસકોરા બોલવા ચિંતાનો વિષય છે.

રાત્રે ઊંઘમાં આવતા નસકોરાં હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ દર્શાવે છે. ડૉક્ટરોના મતે ઓબ્સટ્રેક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે જ્યારે વ્યક્તિ ઊંઘમાં મોટેથી નસકોરાં બોલે ત્યારે તે દરમિયાન તેના મગજ, કિડની અને હૃદયને પૂરતું ઓક્સિજન મળતું નથી.

છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર અનિદ્રા જ નહીં પરંતુ સ્લીપ એપનિયાના વધતા દર્દીઓ પણ ચિંતાનો વિષય બન્યા છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાને લીધે જુદા-જુદા લક્ષણો જોવા મળે છે, જેમાં નસકોરાં બોલવા, ચીડિયાપણું, બ્લડપ્રેશર વધવું અને હૃદયરોગના જોખમનો સમાવેશ થાય છે. ડૉક્ટરોના મતે સ્લીપ એપનિયા એક ગંભીર પ્રકારની બીમારી છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ વારંવાર ચાલુ-બંધ થાય છે.

સ્લીપ એપ્રિયાના લક્ષણો

શ્વાસ લેવામાં તકલીફ: રાત્રે ઊંઘતી વખતે શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી અને તેના કારણે અચાનક ઊંઘમાંથી જાગી જવું.

વધુ પડતી ઊંઘ: દિવસના સમયે સામાન્ય કરતાં વધુ પડતી ઊંઘ આવવી.

નસકોરાં બોલવા: ઊંઘ દરમિયાન સતત અને મોટેથી નસકોરાં બોલાવવા.

એકાગ્રતાનો અભાવ: અપૂરતી ઊંઘને લીધે દિવસ દરમિયાન કોઈ પણ કામમાં એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડવી.

VTV DIGITAL

આ પણ વાંચોઃ વજન કંટ્રોલ કરવા માટે પોપ્યુલર છે DNA ડાયટ, આ વાતોનું રાખો ધ્યાન

સ્લીપ એપ્રિયાનું નિવારણ કઇ રીતે લાવવું?

બેઠાડુ જીવન છોડીને જીવનશૈલીમાં ફેરફાર કરવો. વજન ઘટાડવું, વ્યાયામ કરવો, વ્યસન છોડવું. ઈએનટી સર્જન દ્વારા સર્જરી કરીને નાક, કંઠનળી, તાળવાના ભાગમાં અવરોધ ઉત્પન્ન કરતા ભાગને દૂર કરાય છે. જેમ કે નાકનો પડદો-મસા-કાકડા વગેરે. જેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં સરળતા રહે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sleep Heart Attack Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ