ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો તમારા યુરિનમાંથી આવી રહી છે આ દુર્ગંધ તો ચેતી જજો, હોઇ શકે છે ગંભીર બીમારીઓના સંકેત
Last Updated: 03:53 PM, 15 June 2025
ADVERTISEMENT
ઉનાળામાં ઘણીવાર યૂરિનમાંથી ખરાબ ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધ કેમ આવે છે? શું આ કોઈ બીમારીનું લક્ષણ છે કે પછી કોઈ બીજું કારણ છે જેના કારણે આવું થાય છે? યૂરિનમાંથી દુર્ગંધ આવવી ઘણીવાર સામાન્ય પણ હોઈ શકે છે અને કેટલીકવાર ગંભીર બીમારીનું પણ લક્ષણ હોઈ શકે છે.
ADVERTISEMENT
ઉનાળામાં ઘણીવાર ડિહાઇડ્રેશન ના કારણે યૂરિનમાંથી ગંધ આવવા લાગે છે. ઉપરાંત, કેટલાક ખોરાકના વધુ સેવનથી પણ યૂરિનમાંથી દુર્ગંધ આવતી હોય છે. કેટલીક દવાઓના કારણે પણ આવું થઈ શકે છે. પરંતુ, યૂરિનમાંથી દુર્ગંધ આવવાનું હંમેશા આ કારણોસર નથી થતું. કેટલીકવાર આ કોઈ બીમારીનો પણ સંકેત હોઈ શકે છે. ઘણીવાર તેના પાછળ કેટલીક સામાન્ય બિમારીઓ હોઈ શકે છે, પણ કેટલીકવાર ગંભીર બીમારીઓના કારણે પણ આવું થઈ શકે છે.

ADVERTISEMENT
યૂરિન ઇન્ફેકશન હોય શકે
યૂરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ઘણીવાર ઉનાળામાં જોવા મળે છે. ડિહાઇડ્રેશન થવાથી યૂરિનમાંથી દુર્ગંધ આવે છે, પણ એ થોડા સમય માટે જ હોય છે. જો યૂરિનમાંથી સતત દુર્ગંધ આવી રહી હોય તો તે કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. યૂરિનમાંથી સતત દુર્ગંધ આવવા પાછળ ડાયબિટીસ, યૂરિન ઇન્ફેકશન અને કિડનીની કોઈ બીમારી હોઈ શકે છે. જો સતત યૂરિનમાં દુર્ગંધ આવી રહી હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
આ છે યૂટીઆઈના લક્ષણો
યૂરિનમાંથી દુર્ગંધ આવવા પર કેટલાક બીજા લક્ષણો પણ જોવા મળે છે. જેમાં યૂરિનમાંથી દુર્ગંધ સાથે યૂરિન ઘટ્ટ દેખાવું, એમોનિયા જેવી ગંધ આવવી, પેશાબ કરતી વખતે દુઃખાવો અને તાવ આવવો. જો આવા લક્ષણો પણ જોવા મળી રહ્યા હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ યૂટીઆઈ અને કિડનીની બીમારીઓના લક્ષણ હોઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય છે તો કોઈપણ રીતે અવગણના કરવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ADVERTISEMENT

થઈ શકે છે ગંભીર સમસ્યા
ADVERTISEMENT
યૂરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યાને હળવામાં લેવી જોઈએ નહીં. જો આ યૂરિન ઇન્ફેકશનના કારણે છે તો આગળ જઈને આ ઇન્ફેકશન કિડની સુધી પણ પહોંચી શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ.
ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?
ADVERTISEMENT
વધુ વાંચો: ભૂલથી પણ શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેવું, વધી રહ્યું છે યુરિક એસિડ
યૂરિનમાંથી દુર્ગંધ આવવી ઘણીવાર ડિહાઇડ્રેશન, આહાર કે દવાઓના કારણે સામાન્ય હોય છે, પરંતુ જો હંમેશા દુર્ગંધ રહે અથવા સાથે અન્ય લક્ષણો જોવા મળે તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT