બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ડાયટમાં સામેલ કરો કોલેજન વધારતા આ 10 ફૂડ્સ, કોઈ નહીં લગાવી તમારી ઉંમરનો અંદાજ

તમારા કામનું / ડાયટમાં સામેલ કરો કોલેજન વધારતા આ 10 ફૂડ્સ, કોઈ નહીં લગાવી તમારી ઉંમરનો અંદાજ

Last Updated: 11:31 AM, 3 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેજન એ એક મહત્વપૂર્ણ પ્રોટીન છે, જે ત્વચા, હાડકાં અને સાંધાઓની તંદુરસ્તી માટે આવશ્યક છે. ઉંમર વધતા તેનો સ્તર ઘટી શકે છે, પરંતુ યોગ્ય આહાર દ્વારા તેને કુદરતી રીતે વધારી શકાય છે.

કોલેજન એ એક મહત્વપૂર્ણ પ્રોટીન છે, જે આપણા શરીરના ત્વચા, હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. ઉંમર વધતા શરીરમાં કોલેજનનું ઉત્પાદન ઘટી શકે છે, જેનાથી ત્વચા ઢીલી પડી જાય છે, કરચલીઓ દેખાવા લાગે છે અને સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. જો કે, આહાર દ્વારા કેટલાક ખાસ ખાદ્ય પદાર્થોનું સેવન કરીને તમે કુદરતી રીતે કોલેજનનું ઉત્પાદન વધારી શકો છો.

collagen-3

બેરી

બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને બ્લેકબેરીમાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે કોલેજન બનાવવામાં મદદ કરે છે અને ત્વચાને સુરક્ષિત રાખે છે. નારંગી, લીંબુ, કીવી અને મોસંબી જેવા ફળો કોલેજન ઉત્પન્ન કરવા માટે જરૂરી વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે.

ઈંડા

ઈંડાના જરદીમાં કોલેજન અને સલ્ફર હોય છે, જે ત્વચા અને વાળ માટે લાભદાયી છે. સાથે પાલક, કાલે અને બ્રોકોલી જેવા પાંદડાવાળા શાકભાજી ક્લોરોફિલ અને વિટામિન Cથી ભરપૂર હોય છે, જે ત્વચાને તાજગીભર્યું રાખે છે. બદામ, અખરોટ, ચિયા અને અળસીના બીજ કોલેજન વધારવામાં મદદ કરે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે.

collagen

લસણ

લસણમાં રહેલું સલ્ફર કોલેજન ઉત્પન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે એવોકાડોમાં વિટામિન E અને સ્વસ્થ ચરબી હોય છે, જે ત્વચાને કોમળ અને ગ્લોઈંગ રાખે છે. ટામેટાંમાં રહેલું લાઇકોપીન ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે અને કોલેજન ટૂટતા અટકાવે છે. જો તમે નોનવેજ ખઇ શકો તો સૅલ્મોન, ટુના અને મેકરેલ જેવી ચરબીયુક્ત માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે, જે ત્વચાને જવાન અને સ્વસ્થ રાખે છે.

આ પણ વાંચો : દરરોજ રાત્રે સૂતા પહેલા એક ઇલાયચીનો દાણા ચાવો, ફાયદા જાણીને ચોંકી જશો

આ ખાદ્ય પદાર્થોનો નિયમિત ઉપયોગ કરવાથી તમે કુદરતી રીતે તમારું કોલેજન સ્તર જાળવી રાખી શકો છો અને ત્વચા, હાડકાં અને સાંધા માટે લાભ મેળવી શકો છો. વધુ સારું પરિણામ મેળવવા માટે તાજા ખોરાકનું સેવન કરો, પૂરતું પાણી પીવો અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

best foods for collagen boost collagen naturally collagen-rich foods
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ