બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દરરોજ રાત્રે સૂતા પહેલા એક ઇલાયચીનો દાણા ચાવો, ફાયદા જાણીને ચોંકી જશો

હેલ્થ / દરરોજ રાત્રે સૂતા પહેલા એક ઇલાયચીનો દાણા ચાવો, ફાયદા જાણીને ચોંકી જશો

Last Updated: 10:01 AM, 3 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા રસોડમાં રહેલી નાની લીલી ઈલાયચીનું નિયમિત સેવ કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો ચમત્કારિક ફેરફાર આવી શકે છે. રાતે સૂતા પહેલા તેનું સેવ કરો અને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવો.

લીલી ઈલાયચીને સામાન્ય રીતે મસાલાઓની રાણી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફક્ત ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે પણ થાય છે. જો તમે દરરોજ સૂતા પહેલા લીલી ઈલાયચી ચાવવાની આદત પાડો છો તો તે તમને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. આયુર્વેદમાં લીલી ઈલાયચીને ઔષધીય ગુણધર્મોનો ભંડાર માનવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઈલાયચી ચાવવાથી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ચાલો જાણીએ કે દરરોજ રાત્રે તેને ચાવવાથી તમારા શરીરને કયા અદ્ભુત ફાયદા થઈ શકે છે.

સૂતા પહેલા એલચી ચાવવાના ફાયદા

  • પાચનતંત્ર સુધારે છે

લીલી ઈલાયચી તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેને ચાવવાથી ગેસ, અપચો અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. જો તમારૂ પેટ વારંવાર ભારે લાગે છે તો ઈલાયચી તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

  • મોંની દુર્ગંધ દૂર કરે છે

સૂતા પહેલા લીલી ઈલાયચી ચાવવાથી મોંમાં બેક્ટેરિયાની અસર ઓછી થાય છે. તેનો કુદરતી સ્વાદ મોંની દુર્ગંધ દૂર કરે છે અને તેને તાજગી આપે છે.

  • સારી ઊંઘ લાવવામાં મદદરૂપ

લીલી ઈલાયચીમાં રહેલા કુદરતી ગુણો તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. રાત્રે તેને ચાવવાથી મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે.

  • વજન ઘટાડવામાં મદદ કરે છે

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો લીલી ઈલાયચી તમને મદદ કરી શકે છે. તે ચયાપચયને ઝડપી બનાવે છે અને કુદરતી રીતે શરીરમાંથી ચરબી ઘટાડે છે.

  • બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

લીલી ઈલાયચીમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તેને દરરોજ ચાવવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

  • શરીરને ડિટોક્સિફાઇ કરે છે

લીલી ઈલાયચી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરને અંદરથી સાફ કરે છે અને તમને તાજગીનો અનુભવ કરાવે છે.

કેવી રીતે સેવન કરવું?

  • રાત્રે સૂતા પહેલા એક તાજી લીલી ઈલાયચી લો.
  • તેને ધીમે ધીમે ચાવો અને તેને મોંમાં ઓગળવા દો.
  • ઈલાયચીના ઔષધીય ગુણધર્મો આખા શરીર પર અસર કરી શકે તે માટે તે ખાધ પછી પાણી ન પીવું.

આ પણ વાંચો: AC વાપરતા હોય તો આજથી જ અપનાવો આ 5 ટિપ્સ, લાઈટ બિલ આવશે એકદમ ઓછું

cardamom1

આ બાબતોનું ધ્યાન અવશ્ય રાખો

  • ઈલાયચીનું સેવન મર્યાદિત માત્રામાં કરો. તેને વધુ પડતું લેવાથી પેટમાં બળતરા થઈ શકે છે.
  • સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

: benefits of green cardmom home remedy health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ