ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / AI પર વિશ્વાસ કરવો બની શકે છે ઘાતક? નવા સંશોધનમાં મોટો ખુલાસો, ક્યારે ના કરો આ ભૂલ
Last Updated: 09:36 PM, 15 April 2026
ADVERTISEMENT
AI આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની રહ્યું છે. જ્યારે એઆઇ એટલે કે આર્ટિફિશિયલ ઇંટેલિજજ એક તરફ આપણા ઘણા કાર્યોને સરળ બનાવી રહી છે, પરંતુ તેને કારણે નવા જોખમો પણ ઉભા કરી રહી છે. હાલમાં એઆઇને લઇને એક નવો સર્વે સામે આવ્યો છે જેમાં તેના જીવલેણ ખતરા અંગે માલુમ પડ્યુ છે. જો તમે ફક્ત એઆઇ પર સંપુર્ણ પણે નિર્ભર છો અને આપેલી માહિતી પર વિશ્વાસ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. તે તમારા માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે!
ADVERTISEMENT
AI એજન્ટો ખોટા જવાબો આપે છે
તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ જ્યારે AI ચેટબોટને મેડિકલ સંબંધિત કોઇ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે 50 ટકા ખોટી માહિતી આપે કરે છે, જેનો અર્થ છે કે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી શકે છે અને તેમની તબીબી સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. આ અભ્યાસમાં બધા લોકપ્રિય ચેટ એજન્ટો જેવા કે ChatGPT, Google Gemini, Meta AI, DeepSeekએ મેડિકલ સાથે જોડાયેલી ખોટી માહિતી આપી હતી. રિસર્ચમાં આ ચેટબોટ્સને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પાંચ અલગ-અલગ કેટેગરીમાં 10-10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંશોધનમાં મોટો ખુલાસો
ઘણા લોકો મેડિકલ સંબંધીત માહિતી માટે AI નો સહારો લેતા હોય છે. આ અભ્યાસ દર્શાવે છે કે આ મોટી ભૂલ કેવી રીતે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. રિસર્ચ મુજબ AI ચેટબોટ્સ દ્વારા આપવામાં આવેલા 20% જવાબો ભ્રામક અથવા ખોટા હતા. મેડિકલ જર્નલ BMJ ઓપનએ આ જવાબો હાલમાં પ્રકાશિત કર્યા હતા. દરમિયાન AI એ 50% પ્રશ્નોના જવાબ મુશ્કેલથી આપ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હવે Android ફોનમાં પણ મળશે iPhone જેવું ફીચર! ગૂગલ કરવા જઇ રહ્યું છે લોન્ચ
ADVERTISEMENT
રિસર્ચ અનુસાર એઆઇ ચેટબોટ્સ કોઈપણ પ્રશ્નોના સચોટ અને સંપૂર્ણ જવાબો આપવામાં નિષ્ફળ ગયા. એક- બે વાર તો એઆઇ એજન્ટ મેડિકલ સંબંધિત સવાલોના જવાબ આપવામાં અસમર્થતા દર્શાવી હતી. આવામાં જો તમે એઆઇને મેડિકલ સંબંધિત કોઇ સવાલ પુછો છો તો તમારે સાવચેત રહેવું જોઈએ. તમે એઆઇ એજન્ટોને અથવા ગૂગલ સર્ચને ક્યારેય મેડિકલ સાથે જોડાયેલા સવાલો પુછશો નહી. આમ કરવું તમારા માટે ખતરનાક બની શકે છે. મેડીકલ સાથે જોડાયેલા સવાલો માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT