ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / AC સાથે પંખો ચલાવવો સારો કે ખોટો? જાણો લાઈટ બિલ બચાવાની સરળ રીત
Last Updated: 12:03 PM, 17 May 2026
ADVERTISEMENT
ઉનાળાની ગરમી વધતા લોકો હવે ઘર અને ઓફિસમાં ACનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે, AC સાથે પંખો ચલાવવો જોઈએ કે નહીં તે માટે હજુ પણ અનેક લોકોમાં ગેરસમજ જોવા મળે છે. ઘણા લોકો માને છે કે પંખો અને AC એકસાથે ચલાવવાથી વીજળીનું બિલ વધી જાય છે અને AC પર વધુ ભાર પડે છે. પરંતુ નિષ્ણાતો અનુસાર, આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો AC અને પંખો એકબીજાના સારા સાથી સાબિત થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સામાન્ય રીતે લોકો ઉનાળામાં રૂમ ઝડપથી ઠંડો કરવા માટે ACનું તાપમાન ખૂબ ઓછું કરી દે છે. કેટલાક લોકો 16 અથવા 18 ડિગ્રી સુધી AC સેટ કરે છે, જેના કારણે મશીન પર વધારે લોડ પડે છે. આ સ્થિતિમાં વીજળીનો વપરાશ વધે છે અને બિલ પણ વધુ આવે છે. ઉપરાંત, સતત ઓછા તાપમાને AC ચલાવવાથી મશીનની કામગીરી પર પણ અસર પડી શકે છે.
ADVERTISEMENT
જો તમે ફક્ત AC ચલાવો છો તો રૂમને ઠંડો થવામાં થોડો સમય લાગે છે, કારણ કે ઠંડી હવા ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાય છે. પરંતુ જો AC સાથે પંખો પણ ચલાવવામાં આવે તો પંખો ઠંડી હવાને રૂમના દરેક ખૂણામાં ઝડપથી પહોંચાડે છે. જેના કારણે રૂમ ઝડપથી ઠંડો થાય છે અને AC પર વધારાનો ભાર પડતો નથી. ઉદાહરણ તરીકે, જો તમે AC 24 ડિગ્રી પર અને પંખો 2 અથવા 3 નંબર પર ચલાવો છો, તો રૂમમાં આરામદાયક ઠંડક જળવાઈ રહે છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી પરેશાન છો? આ 5 કાર છે શાનદાર ઓપ્શન
ADVERTISEMENT
આ રીત વીજળીનું બિલ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. જ્યારે ACનું તાપમાન 24, 25 અથવા 26 ડિગ્રી પર રાખવામાં આવે છે, ત્યારે વીજળીનો ખર્ચ ઓછી થાય છે. પંખાની મદદથી ઠંડી હવા ઝડપથી ફેલાતી હોવાથી ઓછા તાપમાને AC ચલાવવાની જરૂર રહેતી નથી. આ રીતે લાંબા ગાળે સારી બચત થઈ શકે છે. ઘણા લોકોને આખી રાત એસી ચલાવતી વખતે રૂમમાં ભેજ અથવા ભારેપણું અનુભવાય છે. AC સાથે પંખો ચાલુ રાખવાથી હવાની અવરજવર સારી રહે છે અને રૂમમાં ભેજ ઓછો થાય છે. જેના કારણે ઊંઘ વધુ આરામદાયક બને છે અને ગભરાટ જેવી સમસ્યાઓ પણ ઘટે છે. નિષ્ણાતોનું માનવું છે કે મોટા રૂમમાં AC અને પંખાનો સંયુક્ત ઉપયોગ વધુ અસરકારક રહે છે. ઉપરાંત, AC ચાલુ કરતા પહેલા રૂમની બારીઓ અને દરવાજા સારી રીતે બંધ રાખવા જોઈએ, જેથી ઠંડી હવા બહાર ન જાય અને રૂમ ઝડપથી ઠંડો થઈ શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT