ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ChatGPT કે Geminiનો યુઝ કરતા પહેલા આ જાણી લેજો નહીંતર થશે મોટું નુકસાન

એલર્ટ / ChatGPT કે Geminiનો યુઝ કરતા પહેલા આ જાણી લેજો નહીંતર થશે મોટું નુકસાન

Published By: Jinal Chauhan

Last Updated: 05:29 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AI ચેટબોટ્સે કામ ઘણુ સરળ કરી દીધું છે. રેસિપીથી માંડીને રિસર્ચ સુધી તે દરેક જગ્યાએ કામ લાગે છે. જોકે યુઝર્સને તેને યુઝ કરતી વખતે અમુક સાવચેતી રાખવી પણ જરૂરી છે.

ADVERTISEMENT

આજકાલ ઘરથી માંડી ઓફિસ સુધી દરેક જગ્યાએ ચેટબોટનો યુઝ વધી ગયો છે. અમુક લોકો તો ચેટબોટ પર એટલા નિર્ભર થઈ ગયા છે કે ગણતરીથી માંડીને કરિયર નક્કી કરવામાં પણ ચેટબોટની મદદ લઈ રહ્યા છે. ચેટબોટના કારણે લોકો પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી પણ વધી ગઈ છે પણ ચેટબોટ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો પણ ઠીક નથી. જો ચેટબોટ યુઝ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મોટું નુકસાન થઈ શકે છે. આજે અમે જાણીશું કે ચેટબોટને લઈને કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ચેટબોટની દરેક વાત પર વિશ્વાસ ન કરશો

ચેટજીપીટી અથવા જેમીનિ જેવા ચેટબોટ ગમે તેટલા જ પાવરફુલ કેમ ન હોય તેની દરેક વાત પર વિશ્વાસ ન કરશો.આ ચેટબોટ ટ્રેનિંગ ડેટા અને પ્રોબેબિલિટીના આધારે જવાબ આપે છે. એવામાં સૌથી એડવાન્સ ચેટબોટ પણ ખોટા જવાબ આપી શકે છે.એટલા માટે તેની દરેક વાત પર વિશ્વાસ ન કરો.

પર્સનલ માહિતી શેર ન કરશો

વાતચીત કરતી વખતે ચેટબોટ ભલે તમને વિશ્વાસપાત્ર લાગે પણ તેની સાથે તમારી દરેક પર્સનલ માહિતી એકાઉન્ટ કે પાસવર્ડ શેર ન કરશો. આ માહિતી કંપનીના સર્વર સુધી પહોંચી શકે છે જેનો ઉપયોગ ચેટબોટ્સને ટ્રેનિંગ આપવા માટે પણ થઈ શકે છે.એટલા માટે તમારી સેન્સેટિવ માહિતી બીજા ને શેર ન કરશો.

માણસ સમજીને વિશ્વાસ ન કરશો

AI ચેટબોટ્સ ભલે માણસોની જેમ વાતચીત કરી શકતા હોય પણ તેમાં માણસો જેવી લાગણી નથી હોતી. જો કોઈ ચેટબોટ તમારી પાસે માફી માંગે તો તે વાતચીતની પેટર્નને ફોલો કરી રહ્યું હોય છે. આ ચેટબોટ ગિલ્ટ કે પ્રાઈડને અનુભવી શકતા નથી. આ માત્ર ડેટાના આધારે રિસપોન્ડ કરે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ બજારમાં ઉતરતાં જ 34 ટકાનો નફો, IPOએ કરી કમાલ, શેર ખરીદવાની લૂંટ

ડેટા પ્રાઈવસીને નજરઅંદાજ ન કરશો

ઘણા ફ્રી અને થર્ડ પાર્ટી ચેટબોટ્સ એવા પણ છે જે દેશની બહાર યુઝર ઈન્ફોર્મેશન સ્ટોર કરે છે. એટલા માટે ચેટબોટ યુઝ કરતા પહેલા હંમેશા પ્રાઈવસી ટર્મ્સને વાંચી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gemini AI Use AI Chatbot Safety ChatGPT Risks

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ