ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બજારમાં ઉતરતાં જ 34 ટકાનો નફો, IPOએ કરી કમાલ, શેર ખરીદવાની લૂંટ

બિઝનેસ / બજારમાં ઉતરતાં જ 34 ટકાનો નફો, IPOએ કરી કમાલ, શેર ખરીદવાની લૂંટ

Published By: Nirav Kumar

Last Updated: 04:38 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KRM આયુર્વેદના IPOએ આજે શાનદાર એન્ટ્રી કરી છે. તેના શેર 172.10 ના ભાવે લિસ્ટ થયા હતા. જેમાં રોકાણકારોને લિસ્ટિંગના દિવસે સારો એવો નફો થયો છે.

ADVERTISEMENT

ગુરુવાર 29 જાન્યુઆરીના રોજ KRM આયુર્વેદના IPOએ ભારતીય શેર માર્કેટમાં શાનદાર એન્ટ્રી કરી છે. જેનાથી રોકાણકારોને જલશા પડી ગયા છે. કેમ કે, આ કંપનીના શેર NSE SME પ્લેટફોર્મ પર 172.10 ના ભાવે લિસ્ટ થયા હતા. જે 135 રૂપિયાના ઇશ્યૂ રેટ કરતાં 28% પ્રીમિયમ હતું. IPOમાં શેર મેળવનારા રોકાણકારોએ લિસ્ટિંગના દિવસે સારો એવો નફો થયો છે. આ સિવાય કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન 180.70 રૂપિયા પર પહોંચ્યા હતા જેના લીધે પ્રથમ દિવસે આશરે 34% નો નફો થયો હતો. અને ટ્રેડિંગ દરમિયાન શેર 4% થી વધુ વધ્યા હતા. .

  • IPOનું 23 જાન્યુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન

KRM આયુર્વેદ SME IPO 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને રોકાણકારો તરફથી તેને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. આ IPO 74.27 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં રિટેલ ઇન્વેસ્ટર્સની ભાગીદારી 54.21 ગણી હતી જ્યારે QIBs ની ભાગીદારી 63.31 ગણી હતી, અને NII સેગમેન્ટમાં પણ મજબૂત માંગ જોવા મળી હતી, જે 135.37 ગણી હતી. આ કંપનીએ આ બુક-બિલ્ટ ઇશ્યૂથી 77.49 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા, જે સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હતા.

vtv app promotion
  • IPOમાં કંપનીની યોજના શું?

આ કંપની IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ તેના ટેલિમેડિસિન નેટવર્કને વિસ્તાર કરવા, ટેકનોલોજીને અપગ્રેડ કરવા, દેવાની ચુકવણી કરવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને અન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પૂરી કરવા માટે કરશે. KRM આયુર્વેદ દેશભરમાં આયુર્વેદિક હોસ્પિટલો અને ક્લિનિક્સનું નેટવર્ક ચલાવે છે અને આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે.

વધુ વાંચો : મોટી ખુશખબર! બજેટમાં ટેક્સપેયર્સને મળી શકે આ મોટી ગિફ્ટ, આર્થિક સર્વેમાં ઈશારો

ડિસેમ્બર 2025 સુધીમાં અ કંપની પાસે 6 હોસ્પિટલો અને 5 ક્લિનિક્સ, આશરે 443 કર્મચારીઓ અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સારી એવી પ્રેઝન્સ હતી. આર્થિક મોરચે કંપનીએ FY25 માં 12.1 કરોડ રૂપિયાનો નફો, 26.54% EBITDA માર્જિન અને 21.84% નેટ વર્થ પર રીટર્ન નોંધાવ્યું હતું. 

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Stock Market KRM Ayurveda

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ