ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Know the reasons behind players' aggression in the field of play

IPL 2023 / કોહલી-ગંભીર કો ગુસ્સા ક્યું આતા હૈ ? જાણો રમતના મેદાનમાં ખેલાડીઓની આક્રમકતા પાછળના કારણો

Published By: Malay

Last Updated: 01:11 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli and Gautam Gambhir News: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ બાદ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી હેડલાઇન્સમાં છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ખુશમિજાજ દેખાતા આ ખેલાડીઓના લાલઘુમ થવા પાછળના કારણો શું છે.

ADVERTISEMENT

 

  • વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની ઉગ્ર બોલાચાલી
  • ખેલાડીઓ અચાનક જ કેમ થઈ જાય છે આક્રમક? 
  • શારીરિક થાકના કારણે ખેલાડી ચીડીયો થઈ જાય 
  • આક્રમકતાનું એક કારણ છે મેચ દરમિયાનની મહેનત

વિરાટ કોહલીના ગુસ્સાને કોણ નથી જાણતું! ઓસ્ટ્રેલિયામાં જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સામે આંખ કાઢી વાત કરવી, હરિફ ટીમના ખેલાડી સામે ગમે ત્યારે ટકરાઈ જવું. આવું જ ગૌતમ ગંભીરનું પણ કામ. શાહિદી આફ્રિદી સાથેની જીભાજોડી સૌને યાદ જ હશે. પરંતુ સવાલ એ છે કે ખૂશમિજાજ દેખાતાં આ ખેલાડીઓ અચાનક આક્રમક કેમ થઈ જાય છે?     

સ્પર્ધાત્મક રમતો ખેલાડીઓમાં અનેક લાગણીઓ પેદા કરે છે, જેમાંની આક્રમકતા પણ એક જ છે. સાચું કહો તો મેદાનમાં મેચ દરમિયાન ખેલાડીઓને આક્રમક થતાં જોવા એક અસામાન્ય ઘટના નથી. પરંતુ આવું થાય છે કેમ? ચાલો મેળવીએ આ સવાલનો જવાબ 

પ્રથમ કારણ
જ્યાં જીતવા માટે જ મેદાનમાં ઉતરતા હોય ત્યારે ખેલાડીઓમાં આક્રમકતા સ્વાભાવિક જ હોવાની. કોઈ પણ રમત જીતવાના હેતુથી જ રમાય છે અને બસ આ જીતની ઈચ્છા એટલી પ્રબળ હોય છે કે ખેલાડીઓ આક્રમક બની જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે મેચની સ્થિતિ બોલે બોલે બદલાતી હોય. સેમિફાઈનલ કે ફાઈનલમાં સ્થાન મેળવવાની વાત હોય કે ટ્રોફી જીતવાનું દબાણ, ત્યારે ખેલાડીઓ આક્રમક બની અણછાજતું વર્તન કરી બેસતા હોય છે.

બીજું કારણ
ખેલાડીને એવું લાગે કે મેચ દરમિયાન અન્યાય થઈ રહ્યો છે કે અસમાન નિયમો અપનાવાઈ રહ્યા છે. ખેલાડી એવું અનુભવે કે વિરોધીઓ ખોટી રીતે તેમને નિશાન બનાવી રહ્યા છે અથવા તો તેમને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા છે. આવા સમયે ખેલાડી હરીફોને વળતો જવાબ દેવાનો કે આક્રમક રીતે વર્તવાની જરૂરીયાત અનુભવે છે. 

ત્રીજું કારણ
જો કે, કેટલાક ખેલાડીઓ વિરોધી ટીમને ડરાવવા માટે આક્રમકતાનો ઉપયોગ કરે છે. ખાસ કરી શારિરીક રીતે એકબીજાને સ્પર્શતી રમતોમાં. ફૂટબોલ, રગ્બી, હોકી જેવી રમતોમાં. જ્યાં શારિરીક તાકાત જીતવા માટે કી ફેક્ટર હોય,  આક્રમકતા દાખવવામાં આવે છે. આ પ્રકારના વર્તન હરિફ ટીમ પર મનોવૈજ્ઞાનિક રીતે સરસાઈ મેળવી લેતાં હોય છે. 

ચોથું કારણ
ખેલાડીઓનું આક્રમકતાનું એક કારણ છે મેચ દરમિયાનની મહેનત.  ઘણી રમત ફીજીકલી ખૂબ ડીમાન્ડીંગ હોય છે.  શારિરીક થાકના કારણે ખેલાડી ચીડીયો થઈ જાય છે. જેના કારણે ખેલાડીને વધુ ગુસ્સો આવે છે.     ખાસ કરી મેચ દરમિયાન હતાશ કે સ્ટ્રેસમાં હોય તેવી સ્થિતિમાં ખેલાડીમાં વધુ પડતી આક્રમકતા જોવા મળે છે. 

પાંચમું કારણ
જોકે, સ્પોર્ટસનું કલ્ચર જ છે કે તે આક્રમકતાને પ્રોત્સાહન આપે. હોકી, માર્શલ આર્ટસ, ફૂટબોલ, રગ્બી જેવી રમતો આક્રમકતા અને ફીઝીકલ નેચર માટે જાણીતી છે.  આવી પ્રકારની રમતોમાં ખેલાડીઓને લાગે છે કે સફળતા માટે આક્રમકતા જ એક માત્ર ઉપાય છે.

ખેલાડીઓના આક્રમકતાના પ્રકાર 
કેવી રીતે નીકળે છે ગુસ્સો ?

શારિરીક ઘર્ષણ- લાત- મુક્કો મારવો, ધક્કો મારવો, નીચે પછાડી દેવા. 
શબ્દોની બોલાચાલી- ઉગ્ર દલીલો કરવી, ગાળો બોલવી, ધમકી આપતાં ઈશારા કરવા
બીવડાવીને- ઘસાતું બોલીને, એકટીસે જોયા કરવું, ગેમમાંથી ધ્યાન હટે કે ભૂલો કરે તેવી ચેષ્ટા કરવી
વિચાર્યા વિનાનું વર્તન- હરીફ ખેલાડીને     ખતરામાં મૂકી દેતું કૃત્યું કરવું
સ્પોર્ટમેનશીપનો અભાવ- વિકેટ ચોગ્ગા-છક્કા કે હાર-જીત પછી મેણા મારવા, મેચ પછી હાથ મેળવવાનો ઈન્કાર કરવો 

ક્રિકેટ સિવાયની ગેમ્સમાં ઘર્ષણની પાંચ મોટી ઘટનાઓ
2004માં બાસ્કેટ બોલની મેચમાં ડેટ્રોઈટ પિસ્ટન અને ઈન્ડિયાના પેસરના 2 ખેલાડી વચ્ચે ઘર્ષણ થયું. આ દરમિયાન ડેટ્રોઈટ પેસરના ખેલાડી પર એક પ્રેક્ષકે વસ્તુનો છૂટો ઘા કર્યો. ખેલાડી સીધો મેદાન છોડી પ્રેક્ષકો પર તૂટી પડ્યો. આટલું પૂરતું ના હોય તેમ બંને ટીમના અન્ય સભ્યો અંદરોઅંદર મારામારી શરૂ કરી.  આ મારામારીમાં  પ્રેક્ષકો પણ જોડાયા. એનબીએની મેચમાં આ ઘટના સૌથી મોટી ઘર્ષણું હોવાનું નોંધાયું છે..

2006 ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં ઈટાલીયન ખેલાડી માર્ક મેટરાઝીએ ફ્રેન્ચ ટીમના ઝીદાનને ગાળ બોલી. ઝીદાને મગજ પરનો કાબૂ ગુમાવ્યો અને સીધું જ માર્કને માથું મારી મેદાન પર પછાડી દીધો.. જેના કારણે ઝીદાનને રેડ કાર્ડ મળ્યું. 

2003 બેટલ ઑફ ઑલ્ડ ટ્રેડફોર્ડ
માંચેસ્ટર યુનાઈટેડ અને આર્સનેલ વચ્ચે પ્રીમયર લીગની ફૂટબોલ મેચમાં તોફાન થયું. બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા.. આ ઘર્ષણમાં અનેક ખેલાડીઓને રેડ કાર્ડ આપવામાં આવ્યા.

1994 ડલાસમાં ડખો
મીઆમી હરિકેન અને સધર્ન મેથોડીસ્ટ યુનિવર્સિટીની ફૂટબોલ ટીમ્સ વચ્ચે માથાકૂટ થઈ.. થોડી જ વારમાં બંને ટીમના ખેલાડીઓ હેલમેટ- હેલમેટે એકબીજા પર હુમલા કરવા લાગ્યા.     આ મેચમાં અનેક સસ્પેન્ડ થયાં તો કેટલાય ખેલાડીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો..

2017 બોક્સીંગમાં બબાલ
ફલોઈડ મેવેધર અને કોનોર મેકગ્રેગોર.. એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધવા એકઠા થયા.. રીંગની અંદર     એક બીજાને     પાડી દેવાની પડકારની વાતો ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવ્યા..એકબીજાના અપપમાન     અને ગાળો દેવા લાગ્યા..

 

જો કે રમત દરમિયાન આક્ર્મકતા સ્વભાવિક છે. જીતવા માટે જોર તો લગાવવું પડે. પરંતુ વધુ પડતો ગુસ્સો કે ખતરનાક વર્તન ખેલાડીઓ માટે પેનલ્ટી, દંડ કે સસ્પેન્શન સુધીમાં પરિણમે છે. ખેલાડીઓ માટે મહત્વનું છે કે તેઓ પોતાના લાગણીઓનેને પ્રોડકટીવ વેમાં અને નિયમોને સમજી તેને અનુરૂપ રાખે.

સંકળાયેલા મુદ્દાઓ

Aggressive behavior in sports IPL 2023 Virat Kohli vs Gautam Gambhir intimidation tactics physical altercations unsportsmanlike conduct verbal confrontations why players get aggressive on the field IPL 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ