બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / know the health benefits of Bilipatra

સ્વાસ્થ્ય / ચાંદા, કબજિયાત અને હાર્ટ જેવી અનેક સમસ્યાઓમાં બિલિપત્ર થશે લાભદાયી

vtvAdmin

Last Updated: 02:12 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં બિલિપત્રના પાનનું ખાસ મહત્વ છે. બિલિપત્ર શિવજીને પ્રિય હોવાના કારણે પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના લોકોને ભાગ્યે જ ખ્યાલ હશે કે બિલિપત્રનો પૂજા સિવાય પણ હેલ્થ માટે ઉપયોગ કરવામાં આવે છે.

કફ, કબજિયાત, કિડની, હાર્ટની સમસ્યા હોય કે કોઈ જંતુ કરડી ગયું હોય તો પણ બિલિપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જાણીએ કઈ સમસ્યામાં કઈ રીતે બિલિપત્રનો ઉપયોગ કરવામાં આવે તો તમને લાભ મળી શકે છે.

બિલિપત્રથી થશે આ ફાયદાઃ

-બિલિપત્રના પાનને સેવન કરવાથી વાત પિત્ત અને કફ દુર થાય છે. 

-બિલિપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો લઈ સાકર નાંખી પીવાથી કોઈ પણ પ્રકારનો રક્તસ્ત્રાવ મટે છે. 

-ન રુઝાતા ચાંદા પર બિલિપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે. 

-ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચનશક્તિ સુધરે છે. 

-બિલિપત્રનો ઉકાળો પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો ઘટે છે

- અસ્થમાના દર્દીઓ માટે તે અમૃત સમાન છે. આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમાં ખૂબ લાભ થાય છે.

-પેટમાં, આંતરડામાં કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બિલિપત્રનો રસ પીવાથી ફાયદો થાય છે. 

-મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે. આવી પરિસ્થિતિમા કરડી ગયેલી જગ્યા પર બિલિપત્રનો રસ લગાવવાથી રાહત મળે છે. 

-બિલિપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી 2 ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.

-લોહીમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે. પેનક્રિઆસને કાર્યરત રાખે છે. શરીરમાં ઇન્સ્યુલિન જનરેટ કરે છે. 

-પાઈલ્સ કે કોઢની સમસ્યામાં બિલિપત્રના પાનનો પાવડર ઉપયોગમાં લેવાથી રાહત મળે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ