બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર પુરુષ નહીં, મહિલાઓ પણ કરી શકે છે કોન્ડોમનો યુઝ, એ કઇ રીતે?
Last Updated: 08:12 PM, 18 October 2024
Female Condom : આજે ભલે સમય ગમે તેટલો આગળ વધી ગયો હોય પણ જ્યારે જાતીય સુરક્ષા, જાતીય રોગો, પીરિયડ્સ, શારીરિક સંબંધો જેવા મુદ્દાઓની વાત આવે છે, ત્યારે મોટાભાગની મહિલાઓ કાં તો તેના પર મૌન જાળવે છે અથવા ખુલ્લેઆમ બોલતા શરમાતી હોય છે. આવા વિષયો પર માહિતીના અભાવને કારણે કેટલીકવાર મહિલાઓને સ્વાસ્થ્ય માટે મોટું જોખમ લેવું પડે છે. આટલું જ નહીં મોટાભાગની મહિલાઓ એ પણ જાણતી નથી કે, અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT

આવો જાણીએ શું છે સ્ત્રી કોન્ડોમ ?
ADVERTISEMENT
ફીમેલ કોન્ડોમ, જેને ફેમીડોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નરમ અને પાતળા પ્લાસ્ટિકથી બનેલું છે જેને પોલીયુરેથીન કહેવામાં આવે છે. સંભોગ દરમિયાન વીર્યને ગર્ભાશય સુધી પહોંચતું અટકાવવા માટે સ્ત્રી કોન્ડોમ યોનિમાં મૂકવામાં આવે છે.

ADVERTISEMENT
સ્ત્રી કોન્ડોમનો ઉપયોગ કેવી રીતે કરવો?
મહિલાઓ માટે બનેલા કોન્ડોમ પુરુષો માટે બનેલા કોન્ડોમ કરતા કદમાં મોટા હોય છે. જે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ટેમ્પનનો ઉપયોગ કરે છે તેમના માટે આ ફિમેલ કોન્ડોમનો ઉપયોગ કરવો બહુ મુશ્કેલ નથી. જે રીતે યોનિમાર્ગની અંદર ટેમ્પન નાખવામાં આવે છે તેવી જ રીતે આ સ્ત્રી કોન્ડોમ પણ યોનિમાર્ગની અંદર દાખલ કરવામાં આવે છે. આ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, કોન્ડોમ વાળવું ન જોઈએ. કોન્ડોમની બહારની વીંટી યોનિમાર્ગની લગભગ 1 ઇંચની બહાર મૂકો જે પછી તેને હાથથી પકડીને બહાર કાઢવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ઓફિસમાં ઉભા રહીને કામ કરનારા લોકો સાવધાન! બ્લડ પ્રેશર સહિતની અનેક સમસ્યાનો ખતરો
સ્ત્રી કોન્ડોમના ફાયદા :
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.