બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઓફિસમાં ઉભા રહીને કામ કરનારા લોકો સાવધાન! બ્લડ પ્રેશર સહિતની અનેક સમસ્યાનો ખતરો

આરોગ્ય / ઓફિસમાં ઉભા રહીને કામ કરનારા લોકો સાવધાન! બ્લડ પ્રેશર સહિતની અનેક સમસ્યાનો ખતરો

Last Updated: 07:11 PM, 18 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નવી શોધમાં આ જાણવા મળ્યું છે કે ડેસ્ક જોબ કરતા લોકો લાંબા સમય સુધી એક જગ્યાએ ઉભા રહે કે બેસી રહી તો તેમનામાં હ્રદય રોગનું જોખમ વધી જાય છે.

ડેસ્ક પર ઉભા-ઉભા કામ કરતા લોકો ચેતી જજો! તાજેતરમાં જ એક નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઉભા થઇને કામ કરવાથી કોઈ વધારે ફાયદો નથી થતો પરંતુ ઉલટું શરીરને નુકસાન થાય છે.સ્ટડીમાં કહ્યું છે કે મોડે સુધી ડેસ્ક પર ઉભા રહીને કામ કરવાથી પગની નસોમાં સોજો આવે છે અને લોહીના ગંઠાવાનું જોખમ પણ વધે છે.      

office-desk

આ સ્ટડી બ્રિટેનમાં 80,000થી વધારે એડલ્ટ પર કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું છે કે ઉભા રહીને કામ કરવાથી સ્ટ્રોક એન હાર્ટ ફેલ્યર જેવી બીમારીઓનું જોખમ જોખમ ઘટતું નથી.

ઉભા રહીને કામ કરવાથી થતા નુકસાન

સિડની વિશ્વવિદ્યાલય તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યું કે બે કલાકથી વધારે ઉભા રહેવાથી ડિપ વેન થ્રોમ્બોસીસ અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યા વિકસવાનું જોખમ વધી જાય છે.  

heart-day_0

સ્ટડીમાં ખુલાસો થયો છે કે, સૌથી મહત્વનું છે કે લાંબા સમય સુધી ઉભા રહેવાથી બેઠાડુ લાઈફસ્ટાઈલમાં કોઈ સુધારો નથી થતો અને કેટલાક લોકો માટે જોખમી બની શકે છે.'

PROMOTIONAL 9

અભ્યાસની શરૂઆતમાં શોધમાં સામેલ લોકોમાં હ્રદય રોગ ન હતો. અને તેમની શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન રાખવા તેમના કાંડા પર ડીવીઝ પહેર્યું હતું. શોધની ટીમને જાણ્યું કે બે કલાકથી વધારે ઉભા રહેવાથી દર 30 મિનિટ માટે રક્ત સંચાર સંબંધિત બીમારીઓનું જોખમ 11% વધી જાય છે.  

સંશોધકોએ કહ્યું કે ઉભા રહેવાથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને કોરોનરી હ્રદય રોગ જેવી હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટતું નથી.

વધુ વાંચોઃ ચાદર ઓઢી સુવાનું, પંખો પણ 5 ઉપર! ડબલ ઋતુમાં રોગથી આવી રીતે બચો

ડેસ્ક જોબવાળા હેલ્થ રિસ્ક ઘટાડવા માટે શું કરી શકે?  

સિડની વિશ્વવિદ્યાલયની રીસર્ચમાં જણાવ્યું છે કે, 'જે લોકો નિયમિત રૂપે લાંબા સમય સુધી બેસી રહે છે, તેમને વચ્ચે-વચ્ચે ઉભા થતું રહેવું જોઈએ તેમને નિયમિત રૂપે વ્યાયામ કરતા રહેવું. નિયમિત બ્રેક લેવો, ચાલવું, સીડીનો ઉપયોગ કરવો વગેરે પ્રવૃત્તિ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Desk Job Desk Job Risks Heart Disease
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ