બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચાદર ઓઢી સુવાનું, પંખો પણ 5 ઉપર! ડબલ ઋતુમાં રોગથી આવી રીતે બચો

આરોગ્ય / ચાદર ઓઢી સુવાનું, પંખો પણ 5 ઉપર! ડબલ ઋતુમાં રોગથી આવી રીતે બચો

Last Updated: 08:12 PM, 17 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health, Health Tips, lifestyle news, cold, winter, changing weather, Climate change issues, આરોગ્ય, આરોગ્ય ટિપ્સ, જીવનશૈલી સમાચાર, ઠંડી, શિયાળો, બદલાતા હવામાન, હવામાન બદલાતા થતી સમસ્યાઓ

શિયાળો નજીક આવી રહ્યો છે, અને વાતાવરણમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે, હવે રાત્રે AC ચલાવવાની જરૂર નહી પડે, પરંતુ ધીમી ઝડપે પંખો ચલાવવા છતાં ચાદર ઓઢવાની જરુર પડે છે. આ બદલાતા વાતાવરણના સમયે આરોગ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી હોય છે. બદલાતા વાતાવરણ દરમિયાન કેવી રીતે બીમારીઓથી બચી શકાય તેના વિશે ડોક્ટર પાસેથી માહિતી મેળવીએ.  

Sleeping-tip_0.width-800

હેલ્થી ખોરાક

બદલાતા સમયે શરીરને કેસ્ટ્રા ન્યુટ્રિયંટની જરૂર હોય છે. એવામાં ડેલી ડાયટમાં તાજા ફળો, શાકભાજી, દાળ અને પ્રોટીન બેસ્ટ ફૂડ છે. વિટામીન C થી ભરપુર ફળ જેવા કે નારંગી, લીંબુ અને આંબળા ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે અને શરદી-તાવથી બચાવવામાં મદદ કરે છે.  

ગરમ પાણી અને હાઈડ્રેશનનું રાખો ધ્યાન

બદલાતા વાતાવરણમાં આપણે પાણી પીવાનું ઘટાડવાની જરૂર પડે છે, જ્યારે શરીરને હાઈડ્રેટ રાખવાની જરૂર હોય છે. આના માટે આખો દિવસ હુંફાળા પાણીનુ સેવન કરવું. જે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમ વધારે છે. આ સાથે તે ગળા અને શ્વસન માર્ગમાં ભેજ પ્રદાન કરવામાં મદદરૂપ છે, જે ચેપનું જોખમ ઘટાડે છે.  

PROMOTIONAL 8

પૂરતી ઊંઘ લેવી

શિયાળામાં શરીરને પૂરતી ઊંઘ અને આરામની જરૂર હોય છે. પૂરતી ઊંઘ રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે, જેથી શરીરને બીમારીઓથી લડવામાં મદદ મળે છે. દરરોજ બીમારીઓથી લડવા માટે તૈયાર રહે છે. દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.        

યોગ્ય કપડા પહેરો

વાતાવરણ અનુસાર યોગ્ય કપડા પહેરવા જરૂરી છે. જ્યારે ઠંડી હવા ચાલુ હોય તો ગરમ કપડાં પહેરવા. ખાસ કરીને માથું, હાથ અને પગને ઢાંકેલા રાખવા, કારણ કે આ ભાગોમાં તાપમાન ઝડપથી ઘરે છે.  

વધુ વાંચો : તમે નથી ખાતાને ચા સાથે ટોસ્ટ! હ્રદય રોગ સહિતની ગંભીર બીમારીનો વધશે ખતરો

કસરત કરવી

આ વાતાવરણમાં શરીરને એક્ટિવ રાખવું જરૂરી છે. નિયમિત રૂપે હળવો વ્યાયામ કરવો જેવા કે યોગ, ચાલવું કે સ્ટ્રેચિંગ. એનાથી શરીર ગરમ થવાની સાથે-સાથે ઈમ્યુંનીટી પણ મજબુત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Climate Change Issues Health Tips Winter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ