બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / KCR dream of become national leader fails as he is about to lose the power is telangana assembly elections 2023
ADVERTISEMENT
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ આગળ ચાલી રહી છે તો તેલંગાણામાં કોંગ્રેસ પોતાની લોકપ્રિયતા સાબિત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત હાસિલ કરતી દેખાય છે. તેલંગાણાનું ગઠન 2013માં થયું હતું જે બાદ આ તૃતિય ચૂંટણી છે. આ ચૂંટણીમાં KCR CMનાં પદ માટે હેટ્રિક બનાવવામાં અસફળ થતાં નજરે પડે છે. 2 વખત CM બનેલા KCR માટે આ મોટો ઝટકો છે કારણકે તેઓ પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે રજૂ કરવાનાં વિચારમાં હતાં.
KCR ક્લીન બોલ્ડ!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 3, 2023
તેલંગાણાની પિચ પર કોંગ્રેસનો તરખાટ, KCR પોતાના હોમગ્રાઉન્ડમાં જ થઈ ગયા ક્લીન બોલ્ડ!#ElectionResults #AssemblyElections2023 #TelanganaElectionResults2023 #BJP #Congress #vtvgujarati #VTVCard #ElectionResultsWithVTV pic.twitter.com/wVq0wXR1QI
ADVERTISEMENT
2018માં પ્રચંડ જીત
KCRએ 2018માં વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી જે બાદ તેમણે લોકસભા ચૂંટણી માટે તૃતિય મોરચાની વાત કરી હતી. તે 2024 પહેલાં પણ પોતાના આ જ ફોર્મૂલાને લીધે વિપક્ષી ગઠબંધન INDIAમાં શામેલ નહોતાં થયાં. ઑક્ટોબર 2022માં KCRએ પોતાની પાર્ટી TRSને રાષ્ટ્રીય પટલ પર લાવવા માટે તેનું નામ બદલીને BRS કરી દીધું હતું.
ADVERTISEMENT
પાર્ટીનો પ્રચાર
તેલંગાણાની ચૂંટણીને જ્યારે 1 વર્ષનો સમય બાકી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ-ભાજપ, ભ્રષ્ટાચારનાં મુદા પર કેસીઆરની સામે માહોલ બનાવવાની તૈયારીમાં હતી. તે સમયે KCRએ તેલંગાણાની બહાર મહારાષ્ટ્રમાં 700-700 કારનાં કાફિલા સાથે પાર્ટીનો પ્રચાર કર્યો હતો. આ રેલીઓમાં તેમની સાથે સંપૂર્ણ તેલંગાણા કેબિનેટ પણ જોડાઈ હતી. જૂનમાં તેઓ પટના જઈને નીતીશ કુમારને પણ મળ્યાં હતાં.
સપનું તૂટ્યું
KCR પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા ઈચ્છતાં હતાં. એટલું જ નહીં તેઓ તેલંગાણામાં જીતને લઈને આશ્વાસ્ત હતાં. તેમનો ઈરાદો તેલંગાણાની રાજનીતિમાં પોતાના પુત્ર ટી રામા રાવને સ્થાપિત કરવાનો હતો. રામા રાવ તેમની સરકારમાં મંત્રી પણ હતાં. પણ આ વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરનો દાવ પલટાઈ ગયો. તેઓ પોતાના જ ઘર તેલંગાણામાં સત્તા ગુમાવી બેઠાં જ્યારે બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા તેમની વિપક્ષી દળોને પોતાની સાથે કરવાની કોશિશ પણ નિષ્ફળ થતી દેખાઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.