બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / ભારત / અમિત શાહનો ફેક વીડિયો કોણે બનાવ્યો? આવી ગયું સામે, એક ઝડપાયો

એડિટેડ વીડિયો / અમિત શાહનો ફેક વીડિયો કોણે બનાવ્યો? આવી ગયું સામે, એક ઝડપાયો

Last Updated: 05:52 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહના નકલી વીડિયો કેસમાં એક આરોપીની આસામમાંથી ધરપકડ થઈ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ફેક વીડિયો મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે. ગઈ કાલે ભાજપની ફરીયાદ બાદ દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરીને આજે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યાં અને હવે આ વીડિયો બનાવીને વાયરલ કરનારો આરોપી ઝડપાયો છે.

આસામમાંથી રીતમ સિંહની ધરપકડ

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ કહ્યું-આરોપીની ધરપડ કરાઈ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોમવારે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ સાથે જોડાયેલા નકલી વીડિયોના સંબંધમાં આસામ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. હિમંત બિસ્વા સરમાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે આ કેસમાં આસામ પોલીસે જે વ્યક્તિની ઓળખ રીતમ સિંહ તરીકે થઈ છે તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને પોતાના કબ્જામાં લઈ તપાસ આગળ વધારી છે.

વધુ વાંચો : નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ

કોણ છે રીતમ સિંહ

રીતમ સિંહના એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટમાં લખવામાં આવ્યું છે કે તે આસામમાં કોંગ્રેસ પાર્ટીના રોકેટ વૈજ્ઞાનિક, વકીલ, સોશિયલ એન્જિનિયર અને વોર રૂમ કો-ઓર્ડિનેટર છે.

રીતમ સિંહે પોસ્ટ કરેલા વીડિયો શું દાવો કરાયો હતો

વીડિયો ટ્વિટ કરતાં રીતમ સિંહે લખ્યું હતું કે સત્તા પર આવવાં પર ભાજપ એસસી, એસટી અને ઓબીસી અનામત હટાવી દેશે. આ શુદ્ધ બ્રાહ્મણવાદ અને આંબેડકરના બંધારણનું મોત છે. જેવી રીતે તેઓ ભારતની સંપત્તિ 1 ટકા અંબાણી અને અદાણીને આપી દેવા માગે છે તેવી રીતે તેઓ 3 ટકા બ્રાહ્મણોને તમામ નોકરીઓ અને બેઠકો આપી દેશે.

ઓરિજનલ વીડિયોમાં અમિત શાહ શું બોલ્યાં હતા

ઓરિજિનલ ફૂટેજમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા અનામતનો અંત લાવશે. તેમણે મુસ્લિમોને આપવામાં આવેલી અનામતને પણ "ગેરબંધારણીય" ગણાવ્યું હતું. ભાજપના સોશિયલ મીડિયા હેડ અમિત માલવીયએ અસલી અને ફેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેલંગાણા કોંગ્રેસને આવા નકલી વીડિયો ફેલાવવાથી બચવાની ચેતવણી પણ આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ