બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / પૂર્વ PM દેવગોડાનો પરિવાર સેક્સ સ્કેન્ડલમાં, પુત્ર-પ્રપૌત્રે કરેલાં ગંદા કામોની પીડિતાએ ખોલી પોલ

કર્ણાટક / પૂર્વ PM દેવગોડાનો પરિવાર સેક્સ સ્કેન્ડલમાં, પુત્ર-પ્રપૌત્રે કરેલાં ગંદા કામોની પીડિતાએ ખોલી પોલ

Last Updated: 05:00 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પીએમ એચડી દેવગોડાનો પરિવાર સેક્સ સ્કેન્ડલમાં ફસાયો છે. દેવગોડાના પુત્ર અને પ્રપૌત્ર પર મહિલાએ યૌન શૌષણના આરોપ લગાવ્યાં છે.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પરિવાર કથિત સેક્સ સ્કેન્ડલમાં ફસાયો છે. દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવાન્ના અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના સામે યૌન શૌષણના કેસમાં ફરીયાદ દાખલ થઈ છે. યૌન શૌષણનો કેસ તેમના ઘરમાં કામ કરતી મહિલાઓએ નોંધાવી છે. તેમના ઘરની કૂક (રસોઈ કરનાર)નો દાવો છે કે તે રેવન્નાની પત્ની ભીવાનીની કોઈ સગી છે.

3000 વીડિયોથી ભરેલી પેન ડ્રાઈવનો પણ દાવો

ભાજપના નેતા દેવરાજે ગૌડાનો એક પત્ર પણ સામે આવ્યો છે, જે તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રને લખ્યો હતો. 8 ડિસેમ્બર, 2023 ના રોજ લખાયેલા આ પત્રમાં દેવરાજે ગૌડાએ દાવો કર્યો હતો કે તેમની પાસે એક પેન ડ્રાઇવ છે, જેમાં મહિલાઓના જાતીય શોષણના લગભગ ત્રણ હજાર વીડિયો છે.

શું છે આરોપ?

47 વર્ષીય મહિલાએ પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા રેવન્નાના ઘરે કામ કરતી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પીડિત મહિલાનો દાવો છે કે મેં કામ કરવાનું શરૂ કર્યાના ચાર મહિના પછી, રેવન્નાએ મને તેના રૂમમાં બોલાવતી હતી. ઘરમાં 6 મહિલા કર્મચારી હતી અને આ તમામે જણાવ્યું કે જ્યારે પ્રજ્વલ રેવન્ના ઘેર આવતો ત્યારે તે બધી ડરી જતી હતી. ઘરના પુરુષ સ્ટાફે પણ મહિલા સ્ટાફને સતર્ક રહેવા જણાવ્યું હતું. જ્યારે એચડી રેવન્નાની પત્ની ઘરે ન હોય, ત્યારે તે મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવતો અને ફળ પહોંચાડતી વખતે તેમને સ્પર્શ કરતો. તે સાડીની પિન કાઢી નાખતો હતો અને મહિલાઓ સાથે રેપ કરતો હતો. મહિલાએ એવો દાવો પણ કર્યો હતો કે પ્રજ્વલ રેવન્નાએ તેની પુત્રી સાથે પણ ખોટું કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે પ્રજ્વલે તેની છોકરી સાથે વીડિયો કોલમાં અશ્લિલ વાતો કરી હતી.

વધુ વાંચો : 'સાડીની પીન કાઢીને કરતો ગંદુ કામ' વીડિયો કોલમાં છોકરી સાથે અશ્લિલ વાતો, સાંસદ સેક્સ સ્કેન્ડલ

ઘણા વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પ્રજ્વલ રેવન્નાએ ઘણી મહિલાઓનું યૌન શૌષણ કરતો જોઈ શકાતો હતો. આ વીડિયો બાદ ખળભળાટ મચ્યો હતો. આ દરમિયાન કર્ણાટક પોલીસે પ્રજ્વલની સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર દાખલ થતાંની સાથે જ પ્રજ્વલ જર્મની ભાગી ગયો છે. હાલમાં તે કર્ણાટકની હસન બેઠક પરથી જેડીએસ-ભાજપનો સંયુક્ત ઉમેદવાર છે.

વીડિયો 4-5 વર્ષ જુનો, અમારી સામે કાવતરું

કર્ણાટકના ધારાસભ્ય અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી રેવન્નાએ પોતાના પુત્ર અને સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા સેક્સ સ્કેન્ડલ કેસ પર નિવેદન આપ્યું છે. તેમણે આને ષડયંત્ર ગણાવતા કહ્યું કે, વીડિયો 4-5 વર્ષ જૂના છે. મને ખબર છે કે કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. હું એ નથી જે ડરીને અહીંથી ભાગી જાય. તેઓએ 4-5 વર્ષના લોકોના ફૂટેજ જાહેર કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ