ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / Kareena Karishma will also join the Shinde faction of the Shiv Sena, an entry into the election season
Last Updated: 04:28 PM, 28 March 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી પહેલા જ ઘણા પ્રખ્યાત ચહેરાઓ પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે કપૂર પરિવારના બે મોટા ચહેરા રાજકારણમાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. એટલું જ નહીં પોતાના સમયના સુપરસ્ટાર રહેલા ગોવિંદા પણ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. આ ત્રણેય લોકસભાની ચૂંટણીમાં પણ લડી શકે છે.
ADVERTISEMENT

વધુ વાંચો : 'મારી પાસે ચૂંટણી લડવાના રૂપિયા નથી', જાણો કેટલી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે સંપત્તિ
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે. જો ફરી આવું થાય છે તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના માટે તે મોટી વાત સાબિત થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ