બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / Kajal spoke Hindustani and anger erupted in Patidar society!, worry or cheap publicity?

મહામંથન / કાજલ હિન્દુસ્થાની બોલ્યા અને પાટીદાર સમાજમાં રોષ ભભૂકયો!, ચિંતા કે સસ્તી પ્રસિદ્ધિ?

Dinesh

Last Updated: 09:48 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: હિંદુ દીકરીઓ સાથે થતા ષડયંત્રો સામે કાજલ હિંદુસ્થાની હંમેશા બોલે છે કામ કરે છે. સ્વાભાવિક છે કે મુદ્દો એવો છે કે સામાન્ય હિંદુ છેટો રે છે, હિંમત કરતો નથી. એવી આ લવજેહાદની સમસ્યામાં કાજલ હિંદુસ્થાની લોકોને સચેત કરવા પ્રયત્ન કરે છે

ગુજરાતીમાં બે કહેવત વચ્ચે બોલવાની વાતનો સાર આવે છે. એક કહેવત એવી છે કે બોલે એને બોર વેચાય અને બીજી એવી છે કે ન બોલ્યાના નવગુણ. માત્ર બોલીને બતાવવાના આ જમાનામાં કામ કરનારો વ્યક્તિ ન બોલે તો પણ કોઈ જાણતું નથી, કામની નોંધ લેવાતી નથી. અને ન કામ કરનારો વ્યક્તિ ખૂબ બોલી જાય તો આપણને લાગે છે કે જોરદાર બોલે છે, અને કામ તો આ જ કરતા હશે. હિંદુ દીકરીઓ સાથે થતા ષડયંત્રો સામે કાજલ હિંદુસ્થાની હંમેશા બોલે છે. કામ કરે છે. સ્વાભાવિક છે કે મુદ્દો એવો છે કે સામાન્ય હિંદુ છેટો રે છે, હિંમત કરતો નથી. એવી આ લવજેહાદની સમસ્યામાં કાજલ હિંદુસ્થાની લોકોને સચેત કરવા પ્રયત્ન કરે છે. એવા જ એક પ્રયત્નના ભાગરૂપે કાજલબેન વર્ષ 2023ની ત્રીજી જૂને સુરતમાં ભાષણ કરી રહ્યાં હતા. એ 50 મિનિટના ભાષણમાં એમણે વિવિધ સમાજમાં લવજેહાદ વિશે વાત કરી, પણ કાચુ ત્યારે કપાયુ જ્યારે મોરબી અને પાટીદાર સમાજની વાત કરી. ભાષણનો એક વીડિયો હવે વાયરલ થયો, અને વિવાદ પણ થયો. પાટીદાર સમાજે એની દીકરીઓ પર મોટું લાંછન લગાવ્યું હોવાનું અનુભવ્યું, તો મોરબીમાં પાટીદાર અગ્રણીઓ મોરબીને અને પાટીદાર સમાજની દીકરીઓને નીચું જોવા જેવું થયું, એવો ગુસ્સો કરી રહ્યાં છે. મુદ્દો મુસ્લિમ યુવકો સાથે પાટીદાર દીકરીઓની ફ્રેન્ડશીપનો છે, મુદ્દો એ યુવકોને 40 લાખની ગાડી અપાવવાનો છે, અને મુદ્દો એ દીકરીઓની મમ્મીઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે અને પપ્પા બિઝનેસમાં વ્યસ્ત છે, એવો છે. અને આ જ મુદ્દે પાટીદાર સમાજના નેતાઓ ગુસ્સામાં છે. 

કાજલબેનનું નિવેદન શું?
 કાજલબેન મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. 7 દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેમજ કેટલાક કેસમાં FIR થઇ હોવાનું ખુલ્યું છે

મનોજ પનારાએ કાજલબેન વિશે શું કહ્યું?
મનોજ પનારાએ કાજલ હિન્દુસ્થાની વિરૂદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, મોરબીની દીકરીને બદનામ કરી રહ્યાં છે. સસ્તી પ્રસિદ્ધિ માટે કાજલબેને આ કહ્યું છે. પાટીદાર સમાજની માફી માગે કાજલ હિન્દુસ્થાની તેમજ ગુજરાતભરમાંથી અમે ફરિયાદ કરીશું. પાટીદાર સમાજે સંમેલનમાં આ બેનને ન બોલાવવા આહવાન કરીશું અને અમે કાયદાકીય રીતે જે કરવાનું થશે તે કરીશું 

ધનજી પટેલે શું કહ્યું?
કાજલ બેનને મંચ પરથી મર્યાદામાં બોલવાની ખબર પડતી નથી. સ્વભાવ પ્રમાણે,પબ્લિક જોઇને કાબૂમાં રહી શકતા નથી. પટેલ સમાજ અને દીકરીઓને ટાર્ગેટ કરી છે. બીજા લોકોના મગજમાં પટેલ સમાજની દીકરી વિશે શું છાપ પડે? એક નારી થઇને પોતે આવું નિવેદન ન કરવું જોઇએ

હસમુખ પટેલે શું કહ્યું
કાજલબેને સસ્તી પ્રસિદ્ધિ માટે આવું નિવેદન કર્યુ છે. દીકરી વ્હાલી હોય તો તેમના વાલીને મળીને વાત કરવી જોઇએ. જાહેરના નિવેદનોથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. બેનને સમસ્યાના નિવારણ કરતા સસ્તી પ્રસિદ્ધિમાં વધુ રસ છે

પરેશ ગજેરાએ શું કહ્યું?
તેમણે કહ્યું કે, કોઇ પણ સમાજની દીકરી કે માતા-પિતાને બદનામ ન કરવા જોઇએ. કોઇ પણ પુરાવા વગર આવા નિવેદન ન કરાય અને  પુરાવા હોય તો યુવકોના માતા-પિતાને મળીને વાત કરવી જોઇએ. કાજલબેને સમજી વિચારીને બોલવું જોઇએ 

લાલજી પટેલે શું કહ્યું?
લાલજી પટેલે કહ્યું કે, શું કાજલબેન સનાતન ધર્મના આગેવાન છે? પટેલ સમાજની દીકરી વિશેની વાત સદંતર ખોટી છે. દીકરીને બચાવવી હોય તો તેના માતા-પિતાને મળવું જોઇએ. બેનને જાહેરમંચ પરથી શું બોલવું તે ખબર પડવી જોઇએ. અમે કાજલબેનના નિવેદનનો વિરોધ કરીએ છીએ. જ્યા કાર્યક્રમ થશે ત્યાં વિરોધ કરીશું? તેમની પહેલી ફરજ દીકરીને બચાવવાની છે,નિંદા કરવાની નહીં. SPG અને પાટીદાર સમાજ કાજલબેનના નિવેદનને વખોડે છે 

વાંચવા જેવું: IAS એ કે રાકેશ બન્યાં ગુજરાતના નવા મુખ્ય અધિક ગૃહ સચિવ, ચૂંટણી પંચના આદેશથી નિમણૂક

કાજલ હિન્દુસ્થાની કોણ છે?

  • કાજલ હિન્દુસ્થાની સામાજિક કાર્યકર છે
  • સોશિયલ મીડિયામાં વર્ષ 2016થી તેઓ પ્રસિદ્ધિ મળી
  • જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસની બનાવનો આઘાત લાગ્યો
  • JNUમાં લાગેલા નારા બાદ વિચાર આવ્યો કે વિરોધ ન કરીએ તે કેમ ચાલે?
  • આ ઘટના બાદ ફેસબૂક પર પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યુ
  • મક્કમતાની સાથે પોતાના વિચારમાં ઝનૂન દેખાતું ગયું 
  • કાજલ હિન્દુસ્થાની PM મોદીના પ્રશંસક બન્યા,સમર્થક બન્યા 
  • સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે 
  • પિયર પક્ષમાં કાજલ હિન્દુસ્થાનીની અટક ત્રિવેદી હતી 
  • કાજલબેનના લગ્ન જામનગરના બિઝનેસ મેન જ્વલંગ શિંગાળા સાથે થયા 
  • જાહેરજીવનમાં તેમની ઓળખ કાજલ હિન્દુસ્થાની તરીકે છે 
  • વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં કાજલ હિન્દુસ્થાની લોકપ્રિય છે
  • કાજલ હિન્દુસ્થાનીને પોતાના નિર્ભિક વિચારોને કારણે અનેક વખત ધમકી મળી છે 
  • પરંતું રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાને લઇને તેઓ પોતાના વિચારોને ક્યારેય અટકાવ્યા નથી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ