બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS AK Rakesh has become the new Chief Additional Home Secretary of Gujarat
Last Updated: 07:44 PM, 18 March 2024
ચૂંટણી પંચના આદેશના પગલે આઇએએસ એ કે રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરાઈ છે. 1989ની બેચના અધિકારી એ કે રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતાં. ચૂંટણી પંચના આદેશના પગલે રાજ્ય સરકારે આઇએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો. અત્રે જણાવીએ કે, ચૂંટણી પંચે સોમવારે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યાં હતાં.
ADVERTISEMENT

ચૂંટણી પંચે ગૃહ સચિવને હટાવ્યા હતા
ચૂંટણી પંચે યુપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવાનો આદેશ આપ્યો છે જે રાજ્યોના ગૃહ સચિવોને હટાવાયા છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જેને લઈ હવે ગૃહ સચિવ તરીકે નિમણૂંક કરાઈ છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: પાટીદાર દીકરી પર આપેલા નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની સાથે EXCLUSIVE વાતચીત, જણાવી હકીકત
કોણ હતા પૂર્વ ગૃહ સચિવ
પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. વર્ષ 1989 બેચના આઈએએસ પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળે છે પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.