ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / EXCLUSIVE conversation with Kajal Hindustani after her statement on Patidar's daughter
Last Updated: 05:45 PM, 18 March 2024
ADVERTISEMENT
કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદીત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિવાદીત નિવેદન મુદ્દે કાજલ હિન્દુસ્તાની સાથે VTV NEWSએ EXCLUSIVE વાતચીત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, હું જાતિવાદી ઠગ નથી. મારા નામ પાછળ મે હિન્દુસ્તાની લખાવ્યું છે
ADVERTISEMENT
'તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી'
કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરે. આ એ પાટીદાર લોકો છે જે કોંગ્રેસ અને AAPના ઠેકેદાર બનીને બેઠા છે. મારો આ વિરોધ કરે છે તેમને પુછવું છે, શું તમે લવજેહાદને માનો છો? કે નહીં ? જો તમે લવજેહાદને માનતા હોય તો તમે વિરોધ ન કરો. વધુમાં ઉમેર્યું કે, જો તમે માનો છો મતબલ તમે કનવર્ટ થઇ ગયા છો, તમે પાટીદાર નથી. તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી.
ADVERTISEMENT
'આ લોકોના કહેવાથી અમને કંઇ ફેર પડતો નથી'
વધુમાં કહ્યું કે, પાટીદારો પર અનેક હુમલા થયા ત્યારે આ પાટીદારો કેમ ચૂપ થઇ ગયા? કોંગ્રેસની વોટબેંક જ જેહાદીઓ છે, એટલે આ કાવતરૂ કર્યુ છે. ચૂંટણી સમયે જ આ લોકો વિરોધ કરી રહ્યાં છે. આ નિવેદન 1 વર્ષ પહેલાનું છે, મને સમાજમાંથી લવજેહાદ વિશે બોલવા કહેવાયું હતું. મે 50 મિનિટની સ્પીચ આપી છે, માત્ર 5 સેકન્ડની ક્લિપ વાયરલ કરી ઇશ્યુ કરે છે. જાતિવાદી ઠગોને પટેલ સાથે કોઇ લેવા દેવા નથી. આ લોકોના કહેવાથી અમને કંઇ ફેર પડતો નથી
વાંચવા જેવું: કાજલ હિંદુસ્તાનીના નિવેદન પર પાટીદાર સમાજમાં આક્રોશ, જુઓ કોણે શું કહ્યું?
ADVERTISEMENT
કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ
પાટીદાર સમાજ વિશે ટિપ્પણી કરવા મામલે કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ મોરબી A ડિવિઝનમાં પાટીદાર અગ્રણીઓ ફરિયાદ દાખલ કરી છે. અત્રે જણાવીએ કે, કાજલ હિન્દુસ્થાનીએ પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. ટિપ્પણીના વાયરલ વીડિયોને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.