બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Outrage in the Patidar community over Kajal Hindustani's statement

વિરોધ / કાજલ હિંદુસ્તાનીના નિવેદન પર પાટીદાર સમાજમાં આક્રોશ, જુઓ કોણે શું કહ્યું?

Dinesh

Last Updated: 05:09 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kajal Hindustani Statement issue: પાટીદાર સમાજના આગેવાન પરેશ ગજેરાએ કહ્યું કે, કાજલ હિંદુસ્તાની સસ્તી પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજને બદનામ કરે છે કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની માફી માગે

પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતી કાજલ હિંદુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભારે હોબાળો થયો છે. ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મનોજ પનારાએ જણાવ્યું કે તેમના દ્વારા મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્થાની સામે ઝીરો FIR દાખલ કરવામાં આવી છે. સમગ્ર વિવાદને લઇ મનોજ પનારાએ કાઝલ હિંદુસ્તાની સામે જાહેરમાં માફી માગવાની માગ કરી છે. જો પાટીદાર સમાજની માફી ન માગે તો કાજલ હિંદુસ્તાનીને સ્ટેજ પર બોલવા પર પ્રતિબંધ મુકવા માટે હાઇકોર્ટ સુધી જવાની પણ મનોજ પનારાએ તૈયારી બતાવી. મહત્વનું છેકે ફાયરબ્રાન્ડ હિંદુ વક્તા તરીકેની ઓળખ ધરાવતા કાજલ હિંદુસ્તાનીએ અગાઉ પણ વિવિધ જગ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગે વિવાદાસ્પદ ભાષણ આપ્યા હતા. જેમાં કાજલ હિંદુસ્તાનીએ મોરબીની યુવતીઓ અને ખાસ કરીને પાટીદાર યુવતીઓ ગેરહિંદુ સાથે ભાગી જતી હોવાનું નિવેદન આપતાં વિવાદ થયો છે. કાજલ હિંદુસ્તાની સામે પોલીસ ફરિયાદને લઇ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. 

પરેશ ગજેરાએ શું કહ્યું ?

કાજલ હિંદુસ્તાનીના નિવેદનને લઈ પાટીદાર સમાજના આગેવાન પરેશ ગજેરાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાજલ હિંદુસ્તાની સસ્તી પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજને બદનામ કરે છે. કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની માફી માગે. સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ પૂરાવા હોય તો જે તે પરિવારને મળીને વાત કરે, નહીં કે સમગ્ર સમાજને જાહેરમંચથી બદનામ કરે. કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની બહેન-દીકરીઓ પર આંગળી ઉઠાવી છે. જો તેઓ માફી નહીં માગે તો પાટીદાર સમાજ એકઠો થશે.

હિંદુસ્તાનીની ટિપ્પણીઓને કડક શબ્દોમાં વખોડીએ: લાલાજી પટેલ

કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓને મુદ્દે કરેલા બફાટ બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે કાજલ હિંદુસ્તાનીને લઇને નિવેદન આપ્યું છે. લાલજી પટેલે કાજલ હિંદુસ્તાનીની ટિપ્પણીઓને કડક શબ્દોમાં વખોડી છે. લાલજી પટેલે જણાવ્યું કે જાહેર મંચ ઉપરથી નિવેદન કરવાની જગ્યાએ કાજલ હિંદુસ્તાનીએ આ અંગે કામ કરવું જોઇએ. વધુમાં લાલજી પટેલે જણાવ્યું કે મોરબીમાં કાજલ હિંદુસ્થાની સામે ફરિયાદ નોંધાવનાર મનોજ પનારાને SPG સમર્થન જાહેર કરે છે.

હસમુખ લુણાગરિયાનો આક્રોશ

ખોડધામના પ્રવક્તાએ સમગ્ર વિવાદને લઇ પ્રતિક્રિયા આપી. ખોડધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કાજલ હિંદુસ્થાનીના નિવેદનને સસ્તી પ્રસિદ્ધી માટેનું તરકટ ગણાવ્યું. હસમુખ લુણાગરિયાએ એમ પણ કહ્યું કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની માફી માગવી પડશે.

વધુ વાંચોઃ હોસ્ટેલમાં તોડફોડ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, લીધો NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ મહત્વનો નિર્ણય

કાજલ હિંદુસ્તાનીના નિવેદનને વખોડું છું: ગીતા પટેલ

પાટીદાર સમાજની દીકરીઓ મુદ્દે કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. પાટીદાર અને કોંગ્રેસ નેતા ગીતા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, કાજલ હિંદુસ્તાનીએ આવા શબ્દો બોલવા ન જોઈએ. કાજલ હિંદુસ્તાની સંસ્કારો ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કાજલ હિન્દુસ્થાનીના નિવેદનને વખોડું છું. મોરબીના પાટીદાર સમાજના આગેવાનો ફરિયાદ કરશે. તેમજ આવતીકાલે કાજલ હિંદુસ્તાની સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાવીશ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ