બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat University action hostel vandalism important decision was taken regarding safety NRI students
Last Updated: 01:12 PM, 18 March 2024
Gujarat University Latest News: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડની ઘટનામાં મોટુ પગલું લેવાયું છે. યુનિવર્સીટી દ્વારા NRI વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ કરાયા છે. જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવશે. ગુરૂવાર સુધી Nri વિદ્યાર્થીઓ શિફ્ટ થઈ જશે. વિદ્યાર્થીઓના શિફ્ટિંગની પ્રક્રિયા આજથી શરૂ થશે. બીજી તરફ NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે. જે સમગ્ર ઘટનાની તપાસ કરશે અને જવાબદારો સામે કાર્યવાહી કરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે બોયઝ હોસ્ટેલમાં A-બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢતા હતા. તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહિ પઢવા જાણ કરી હતી. તે સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને લાફો માર્યો હતો ત્યાર બાદ મામલો વણસ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અહી આવેલા ટોળાએ નારા લગાવીને વિદેશી વિદ્યાર્થીઓ પર હૂમલો કર્યો હતો. અને રૂમમાં તેમજ વાહનમાં તોડફોડ કરી હતી. આટલેથી ટોળુ અટક્યુ ન હતું અને વિદ્યાર્થીઓના રૂમ સુધી પહોચી ગયુ હતુ ત્યારબાદ વિદ્યાર્થીઓને મારમારી રૂમમા તોડફોડ કરવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જે ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓએ વીડિઓ બનાવી વાયરલ કરતા અને ઘટના જોતા મામલાની ગૃહ મંત્રાલયે પણ નોંધ લીધી છે. જે ઘટનામાં vtv ઘટના સ્થળે પહોંચી ઘટના સમયે હાજર વિદેશી વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી ભોગ બનેલા વિદ્યાર્થીઓએ આપવીતી જણાવી હતી. તેઓએ પોતે સુરક્ષિત નહી હોવાથી સુરક્ષિત સ્થળે ખસેડવા માંગ કરી હતી. તો ઘટનામાં ગૃહ મંત્રાલયે નોંધ લેતા ગૃહ રાજ્યમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. જે સૂચન મળતા પોલીસ કમિશનર ખુદ હોસ્ટેલ સ્થળ પર પહોંચ્યા અને ઘટનાની વિગત મેળવી હતી.
ADVERTISEMENT
યુનિવર્સીટીમાં હાલ 300 વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ ઘટના બની છે તે એ બ્લોકમાં 75 વિદ્યાર્થીઓ રહેતા હતા. જેમાં 15 જેટલા વિદ્યાર્થી નમાજ પઢતા હતા અને આ બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને અન્યના પણ નિવેદન લેવાઇ રહ્યા છે. જેથી ઘટનામાં અન્યની ઓળખ કરી તેને પકડી કાર્યવાહી કરી શકાય. સાથે જ હોસ્ટેલમાં cctv નહિ હોવાનું પણ સામે આવ્યું છે. જો cctv હોત તો હુમલાખોરોની ઝડપથી ઓળખ થતા કાર્યવાહી થઇ શકી હોત.
ADVERTISEMENT
સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસઆર બાવાએ જણાવ્યું હતું કે, તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને આ તબક્કે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. ઘાયલ પાંચ વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ મામલાની માહિતી મળતાની સાથે જ ગૃહરાજ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.