બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / સ્પોર્ટસ / Cricket / રાજસ્થાન સામે જીતેલી મેચ હાર્યા બાદ કેએલ રાહુલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ગણાવ્યો

IPL 2024 / રાજસ્થાન સામે જીતેલી મેચ હાર્યા બાદ કેએલ રાહુલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ગણાવ્યો

Last Updated: 08:30 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા અને ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે 7 વિકેટે જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનું પ્રદર્શન અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ગઇકાલે રાજસ્થાનની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવીને પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યું હારનું કારણ

આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન કેએલ રાહુલના 76 રન અને દીપક હુડ્ડાના 50 રનની મદદથી 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે 78 રન સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે ચોથી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી અને આ મેચમાં ટીમને આસાન જીત અપાવી હતી . રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મળેલી હાર બાદ લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલે સ્વીકાર્યું કે તેમની ટીમે મેચમાં 20 થી 25 રન ઓછા બનાવ્યા હતા.

જો 20-20 વધુ રન બનાવ્યા હોત, તો..

કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે મને લાગે છે કે અમે આ મેચમાં 20 રન ઓછા બનાવ્યા છે. અમને સારી શરૂઆત મળી ન હતી, પરંતુ મારી અને હુડાની ભાગીદારી સારી રહી હતી. 15મી ઓવર સુધીમાં અમે 150 રનની નજીક પહોંચી ગયા હતા પણ આ પછી અમારે વધુ રણ બનાવવાની જરૂર હતી. તે સ્પષ્ટ છે કે જે ટીમ વધુ છગ્ગા ફટકારે છે તે અંતમાં જીતવામાં સફળ થાય છે. અમે પણ આ જ વિચાર સાથે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ 2 વિકેટ વહેલી ગુમાવવાના કારણે અમારે થોડી સાવધાનીથી રમવું પડ્યું હતું. જો હુડ્ડા અને મેં 20-20 વધુ રન બનાવ્યા હોત, તો અમે આરામથી 220ના સ્કોર સુધી પહોંચી શક્યા હોત, જે આ મેચમાં મોટો તફાવત લાવી શક્યો હોત.

વધુ વાંચો: '...તો હું ટીમ ઇન્ડિયાને', શું T20 વર્લ્ડકપમાં શુભમન ગિલની થશે પસંદગી? આપ્યો ધારદાર જવાબ

છેલ્લી ઓવરોમાં અમારે બિશ્નોઈનો ઉપયોગ કરવો હતો

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે લખનૌની ટીમે તેના સૌથી મહત્વપૂર્ણ બોલર રવિ બિશ્નોઈને બોલિંગ આક્રમણમાં લાવવામાં ઘણો વિલંબ કર્યો હતો, જેના વિશે કેએલ રાહુલે કહ્યું હતું કે અમે વિચાર્યું હતું કે છેલ્લી ઓવરોમાં અમે બિશ્નોઈનો ઉપયોગ કરીશું. પરંતુ તેઓ અમારા પર સતત દબાણ રાખતા હતા. તેથી અમે તેને બોલિંગ પર લાવવા માટે યોગ્ય વ્યૂહરચના સાથે આગળ વધી શક્યા નહીં. અમે ઇચ્છતા હતા કે તે શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલ સામે બોલિંગ કરે કારણ કે અમે જાણતા હતા કે તે તેમની સામે વધુ સારી બોલિંગ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ