બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / કેન્દ્ર અને પંજાબ-હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ, MSP નક્કી કરવા અંગે માંગ્યો જવાબ

Supreme Court / કેન્દ્ર અને પંજાબ-હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ, MSP નક્કી કરવા અંગે માંગ્યો જવાબ

Last Updated: 08:44 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Notice Latest News : ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેંચે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા રાજ્યો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કૃષિ યુનિવર્સિટીઓ અને ICARને નોટિસ પાઠવીને તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું

Supreme Court : સુપ્રીમ કોર્ટે લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) નક્કી કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારો પાસેથી જવાબ માંગ્યો છે. જેમાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા વૈકલ્પિક પાક માટે એમએસપી નક્કી કરવા અને સમયાંતરે તેને વધારવાની માંગ કરવામાં આવી છે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેંચે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા રાજ્યો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કૃષિ યુનિવર્સિટીઓ અને ICARને નોટિસ પાઠવીને તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું છે. બેન્ચે હવે આ કેસને જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ વકીલ ચરણપાલ સિંહ બાગરીની અરજીમાં ડાંગરના MSP કરતા "વૈકલ્પિક પાક" માટે લઘુત્તમ ટેકાના ભાવ વધુ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું, પંજાબ, હરિયાણાના ખેડૂતો ઘઉં અને ડાંગરનો પાક ઉગાડવામાં લાચાર છે. તેના પર MSP અને સરકાર દ્વારા પ્રાપ્તિ હોવા છતાં, ડાંગરના પાકને ઉગાડવામાં ઘણા અવરોધો આવ્યા છે. ભૂગર્ભ પીવાલાયક પાણીનો ઝડપી અવક્ષય, પ્રદૂષણને કારણે હવામાનમાં વારંવાર થતા ફેરફારોને કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે તેથી ખેડૂતોને દરેક પાકની MSP નક્કી કરીને ભૌગોલિક સ્થિતિ અને જમીનની ગુણવત્તા અનુસાર નવા પાક ઉગાડવાની સુવિધા આપવી જોઈએ.

વધુ વાંચો : PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

MSP પર પિટિશનમાં આ સૂચન

પિટિશનમાં એવી પણ માગણી કરવામાં આવી હતી કે, કૃષિ યુનિવર્સિટીઓએ વિદેશથી આયાત કરાયેલા કઠોળ અને અન્ય પાકોના બિયારણની નવી જાતો પ્રદાન કરવી જોઈએ. બાગરીએ સૂચન કર્યું કે, MSP ઊંચા દરે હોવી જોઈએ અને એવી શરત લાદવી જોઈએ કે ખેડૂતોએ મર્યાદિત માત્રામાં જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ જેથી નાગરિકોને જૈવિક પાકો પૂરા પાડી શકાય. તેમણે કહ્યું કે, MSP અને સરકારી ખરીદીના અભાવે ખેડૂતોની હાલત દયનીય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ