બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 10-15 people entered the hostel at 11 pm, revelations in the Gujarat University scandal
Last Updated: 01:02 PM, 17 March 2024
Gujarat University News : ગુજરાત યુનિવર્સિટીમાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. અત્યાર સુધીની માહિતી મુજબ આ વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના હોવાનું કહેવાય છે. પ્રાથમિક વિગતો મુજબ આ વિદ્યાર્થીઓ અમદાવાદમાં હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આનાથી નારાજ કેટલાક વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
જાણો શું કહી રહ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ ?
વિદેશી વિદ્યાર્થીઓનો દાવો છે કે, બહારથી કેટલાક લોકો અચાનક તેમની હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. તેમણે એમ પણ કહ્યું કે, તે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં નમાઝ પઢવાની મંજૂરી નથી. આના પર બંને જૂથો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ.
ગુજરાત યુનિ.હોસ્ટેલ મારામારી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધી ગંભીર નોઁધ, કડક તપાસનો આદેશ, ઈન્ટરનેશનલ સ્તરે પડઘાં#ahmedabad #ahmedabadnews #gujaratuniversity #gujarat #homeministrygujarat #harshsanghvi #ahmedabadpolice #gujaratpolice #DGP #CP #vtvgujarati pic.twitter.com/QukfPvb0t8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 17, 2024
ADVERTISEMENT
10-15 લોકો હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસ્યા
આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. એક અફઘાન વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે, લગભગ 10-15 લોકો બહારથી અમારી હોસ્ટેલ પરિસરમાં આવ્યા હતા. અમે નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે તેમાંથી ત્રણ અમારી હોસ્ટેલની બિલ્ડિંગમાં પ્રવેશ્યા. તેઓએ અમને કહ્યું કે, અમે અહીં નમાજ અદા કરી શકતા નથી અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. આ પછી તેઓએ ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડને ધક્કો માર્યો અને નમાઝ અદા કરી રહેલા લોકો પર હુમલો કર્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી અને લેપટોપ, મોબાઈલ ફોન અને અરીસાઓ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ સાથે તેણે દાવો કર્યો કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર ઓછામાં ઓછા પાંચ વાહનોને પણ નુકસાન થયું છે.
ADVERTISEMENT
સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસઆર બાવાએ જણાવ્યું હતું કે, તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને આ તબક્કે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. ઘાયલ પાંચ વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ મામલાની માહિતી મળતાની સાથે જ ગૃહ રાજ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.