ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Home Minister in action mode regarding vandalism of foreign student hostel in Gujarat University

કાર્યવાહીના આદેશ / ગુજરાત યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓના હુમલાખોરોની સામે કડક એક્શન લો- હર્ષ સંઘવીનો DG-CPને આદેશ

Published By: Vishal Khamar

Last Updated: 12:22 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ મામલે ગૃહરાજ્ય મંત્રીએ ગુનાની ગંભીરતા જોતા તાત્કાલીક બેઠક બોલાવી હતી. તેમજ તપાસનાં આદેશ આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું.

ADVERTISEMENT

હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત)

ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક પગલા લેવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક કેટલાક લોકોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી થોડાક સમય માટે મામલો ગરમાઈ જવા પામ્યો હતો.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ મામલો વધુ બિચકે તે પહેલા હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એસ.આર.બાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાનાં સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ક્યાં કારણે આ સમગ્ર બોલાચાલી થવા પામી તે બાબતે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. 

કોંગ્રેસનાં ધારાસભ્ય વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
આ ઘટનાની જાણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતા તેઓ તાત્કાલીક એસવીપી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓનાં ખબર અંતર પૂછવા દોડી ગયા હતા.  તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University Home Minister Harsh Sanghvi Sabotage case ahmedabad અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તોડફોડ મામલો ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ