બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

logo

GSEB SSC Result 2024: ધો. 10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓ અવ્વલ, બે કેન્દ્રોમાં 100 ટકા પરિણામ

logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

VTV / ભારત / બિહાર સહિત અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, તો દિલ્હી સહિત આ રાજ્યોમાં આંધી સાથે વરસાદની આગાહી

હવામાન / બિહાર સહિત અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, તો દિલ્હી સહિત આ રાજ્યોમાં આંધી સાથે વરસાદની આગાહી

Last Updated: 08:57 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય અને દક્ષિણ ભારતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે જયારે દિલ્હીથી ઝારખંડ સુધી અત્યંત ગરમી પડી રહી છે.

દેશના મેદાની પ્રદેશોમાં અત્યંત ગરમી પડી રહી છે તો પહાડો પર હજુ પણ ઠંડક છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બધા પર્વતો બરફથી ઢંકાયેલા છે અને ઘરો પણ બરફથી ઢંકાયેલા છે. ત્યારે બિહારમાં હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કહ્યું કે ઔરંગાબાદ, દરભંગા, મોતિહારી, શેખપુરા, જમુઈ અને ખગરિયા જિલ્લાના કેટલાક સ્થળોએ હીટ વેવની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી કોઈ રાહત નહીં મળે. અહીં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિલ્હીમાં પણ તાપમાન 40ની આસપાસ છે.

આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 2 દિવસમાં પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જયારે અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. પંજાબના ઉત્તરીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હિમાલયી રાજ્યો પર છવાયો બરફ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં વરસાદની સાથે બરફનો હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 30 એપ્રિલ સુધી વધુ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યાઓ પર એડવાઈઝરી જારી કરીને લોકોને નદીઓ અને તળાવોના કિનારે જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર અને મધ્ય કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોની હાલત પણ કાશ્મીર જેવી છે.

હિમાચલમાં લાહૌલ સ્પીતિનો આખો પ્રદેશ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો છે. દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી. સમગ્ર વિસ્તાર સ્નો પાર્કમાં ફેરવાઈ ગયો છે. કીલોંગ અને કુકુમસેરીનું તાપમાન ફરી માઈનસ પર પહોંચી ગયું છે. હિમાલયના રાજ્ય ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાએ હવામાનનો મિજાજ બદલી નાખ્યો હતો. ચમોલીની નીતી ખીણમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાનને કારણે ઘણા ઘરોને ભારે નુકસાન થયું છે. જેના કારણે અહીં વાતાવરણ ઠંડું થઈ ગયું છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમીથી થોડી રાહત મળી છે.

heat-wave

દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું, ઝારખંડમાં હીટ વેવ એલર્ટ

દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ભેજનું પ્રમાણ 51 ટકા હતું. હવામાનશાસ્ત્રીઓએ દિવસ દરમિયાન સપાટી પરના મજબૂત પવનની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

વધુ વાંચો: ડુંગળી ભાવમાં ફરી વધારો થશે? કેન્દ્ર સરકારે 6 દેશમાં નિકાસ કરવાની આપી મંજૂરી

ઝારખંડમાં 11 જિલ્લાઓમાં હીટ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે, જયારે રાંચી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના 16 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ધનબાદ, બોકારો, પૂર્વ સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ, સરાઈકેલા, ખરસાવાન, દેવઘર, ગોડ્ડા, સાહિબગંજ અને જામતારામાં આકરી ગરમી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ