બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દરરોજ સવારે ખાલી પેટ પીવો આવું પાણી, તમને નહીં રહે હાર્ટ એટેકનો ખતરો

આરોગ્ય / દરરોજ સવારે ખાલી પેટ પીવો આવું પાણી, તમને નહીં રહે હાર્ટ એટેકનો ખતરો

Last Updated: 09:54 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંગ એ ભારતીય ભોજનમાં વપરાતો લોકપ્રિય મસાલો છે, જેને ઘણા લોકો તેમના આહારમાં વિવિધ રીતે સામેલ કરે છે. ખાવા સિવાય ઘણા લોકો તેનું પાણી પણ પીવે છે. હિંગ કોલેસ્ટ્રોલની સમસ્યા માટે રામબાણ છે. જાણી લો હીંગના પાણીના ફાયદા

ભારતીય ભોજનમાં અનેક પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. આ મસાલાઓ ભોજનનો સ્વાદ વધારવાનું તો કામ કરે જ છે પણ સાથે જ ઘણા મસાલાઓ આરોગ્યને જાળવી રાખવા માટે ઘણા કામ પણ આવે છે. એટલે જ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ઘણી બીમારીઓની દવા તો આપણા રસોડામાં જ છે. આ મસાલાઓમાંથી એક છે હિંગ, જે ઘણી વાનગીઓમાં વપરાય છે. આ એક અદ્ભુત મસાલો છે, જે માત્ર વાનગીઓનો સ્વાદ જ નથી વધારતો પણ ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. હિંગ તેની વિશિષ્ટ સુગંધ માટે જાણીતી છે. તે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત લોકો માટે ખાસ કરીને મદદરૂપ છે.

hing

ઘટાડે છે કોલેસ્ટ્રોલ

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હિંગ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. એલડીએલ કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર હૃદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં હિંગના પાણીનું નિયમિતપણે ખાલી પેટ સેવન કરવાથી એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ ઉપરાંત, તે એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ‘સારા કોલેસ્ટ્રોલ’ને પણ વધારે છે.

એન્ટી-ઇન્ફલેમેટરી ગુણોથી ભરપૂર

હિંગના એન્ટી ઇન્ફલેમેટરી ગુણો શરીરમાં સોજાને ઘટાડી શકે છે. લાંબા સમયથી રહેલો સોજો ઘણીવાર હાઈ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલો હોય છે, જે સંભવિતપણે હૃદય રોગ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, હિંગનું પાણી આ સોજાને દૂર કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

thyroid weight gain

વજન ઘટાડવામાં કરે છે મદદ

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે તમારું વજન નિયંત્રણમાં રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં હિંગનું પાણી તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે મેટાબોલિઝમ વધારીને અને ફેટ બર્નિંગને પ્રેરિત કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે લાંબા સમય સુધી પેટને ભરેલું પણ રાખે છે, જેનાથી ભૂખ નિયંત્રણમાં રહે છે.

હિંગમાં ભરપૂર માત્રામાં હોય એન્ટીઑકિસડન્ટ

હિંગમાં ભરપૂર માત્રામાં એન્ટીઑકિસડન્ટ હોય છે. તે ઑક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપે છે, જે કોષોને નુકસાન અને હૃદય રોગ સહિત વિવિધ રોગોનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલના દર્દીઓએ સ્વસ્થ જીવન માટે હિંગના પાણીના એન્ટીઑકિસડન્ટ ફાયદાઓ લેવાઓ જોઈએ.

વધુ વાંચો: ઉનાળામાં ભૂલથી પણ ન ખાતા આ 10 ફૂડ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો રહેશે ખતરો

હિંગનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે

મોટાભાગના લોકો હિંગનો ઉપયોગ પાચનક્રિયા સુધારવા માટે કરે છે. હિંગ પાચન ઉત્સેચકોના ઉત્પાદનમાં વધારો કરે છે, જે સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે અને પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓને અટકાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ