બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kaifi azmi father of shabana azmi birthday

ગુજરાત કનેક્શન / 'કર ચલે હમ ફિદા...' ગીતના શાયરનો આજે જન્મ દિવસ, ગુજરાતી બેકગ્રાઉન્ડની ફિલ્મના લખ્યા હતા ડાયલોગ્સ

Published By: Gayatri

Last Updated: 09:16 AM, 14 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈફી આઝમીનો જન્મ 14 જાન્યુઆરી, 1919ના રોજ થયો હતો. 10મી મે, 2002ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. કૈફીનો જન્મ ઉત્તરપ્રદેશના આઝમગઢમાં થયો હતો. કૈફીએ ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ મંથનના સંવાદ ખુબ સરસ રીતે લખ્યા હતા. ગૂગલે પણ આજે તેમનું ડુડલ બનાવીને સન્માન આપ્યુ છે.

  • ગુજરાતની વાત પર આધારિત ફિલ્મ મંથનના સંવાદ લખ્યા હતા
  • શબાના આઝમીના પિતા હતા કૈફી આઝમી
  • મેળવી ચૂક્યા છે ઘણા ખિતાબ

કૈફી આઝમી સમાજના શોષિત વર્ગના શાયર હતા. કૈફી આઝમીએ માત્ર 11 વર્ષની ઉંમરમાં શાયરીની શરૂઆત કરી હતી અને તેમણે જ્યારે ગામની એક મહેફિલમાં પોતાની પહેલી ગઝલ સંભળાવી ત્યારે કોઈને વિશ્વાસ નહોતો થયો કે ગઝલ લખનાર કૈફી આઝમી તો નાનો છોકરો છે. બેગમ અખ્તરે આ ગઝલ ગાઈને સમગ્ર દેશમાં પ્રખ્યાત કરી હતી. માત્ર 40 રૂપિયા માસિક પગારથી કરિયરની શરૂઆત કરનાર કૈફી આઝમીની મુંબઈના પૃથ્વી થિયેટરની સામે આલીશાન બંગલો બનાવવા સુધીની સફરમાં તેમણે લખેલા ફિલ્મી ગીતોએ મોટી ભૂમિકા ભજવી.

ગુજરાતના બેકગ્રાઉન્ડ આધારિત ફિલ્મના લખ્યા સંવાદ

1976માં આવેલી શ્યામ બેનેગલની ગુજરાતના બેકગ્રાઉન્ડ આધારિત ફિલ્મ ‘મંથન’ના પણ સંવાદો કૈફી આઝમીએ લખ્યા, આ સંવાદોમાં ગુજરાતી સંસ્કૃતિ સ્પષ્ટર રીતે જોવા મળે છે. ગુરુદત્તની ક્લાસિક ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ના ગીતો માટે કૈફી આઝમીને આજે પણ યાદ કરવામાં આવે છે. કૈફી આઝમી એક્ટર તરીકે ડિરેક્ટર સઈદ અખ્તર મિર્ઝાની ફિલ્મ ‘નસીમ’માં જોવા મળ્યા હતા. કૈફી આઝમીને ભારત સરકાર તરફથી પદ્મ શ્રી પુરસ્કાર મળી ચૂક્યો છે અને 1975માં તેઓને સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કૈફી આઝમની શાયરી અને ગઝલ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત

કાવ્યાત્મક સંવાદ માટે જાણીતા હતા કૈફી
 

ભારતીય સિનેમામાં ઉર્દૂ સાહિત્યને સુંદર રીતે રજૂ કરવામાં કૈફ આઝમીનું અભૂતપૂર્વ યોગદાન રહેલું છે. વર્ષ 1970માં આવેલી રાજ કુમાર સ્ટારર ફિલ્મ ‘હીર રાંજા’ના કાવ્યાત્મક સંવાદો અને ગીતો કૈફી આઝમીએ લખ્યા હતા. ‘કાગઝ કે ફૂલ’, ‘હકીકત’, ‘પાકીઝા’, ‘હંસતે ઝખમ’, ‘રઝિયા સુલતાન’, ‘અર્થ’ જેવી ક્લાસિક બોલિવૂડ ફિલ્મોના ગીતો લખનાર કૈફી આઝમીને ‘સાત હિન્દુસ્તાની’ના ગીતો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kaifi Azmi Shabana Azmi કૈફી આઝમી બોલિવુડ ન્યૂઝ શબાના આઝમી happy birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ