ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Just start drinking this juice for 4 months never get sick in life

આરોગ્ય / માત્ર 4 મહિના જ સુધી આ જ્યુસ પીવાનું શરૂ કરી દો, જીવનમાં ક્યારેય નહીં પડો બીમાર

Published By: Ajit Jadeja

Last Updated: 11:00 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીથી રાહત મેળવવા લોકો ઉનાળામાં કેરી રસનું સેવન કરે છે. આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ADVERTISEMENT

ઉનાળામાં ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી જાય છે. હિટવેવમાં બહાર નીકળવાથી સ્વાસ્થ્યને પણ અસર થતી હોય છે. પરંતુ એક એવું ફળ આવે છે તેનો માત્ર ચાર મહિના જ્યુસ પીવાથી બિમારીથી તમે બચી શકો છે. નિષ્ણાતોનું માનવું છે કે મેથી ઓગસ્ટ સુધી આ ફળનો જ્યુસ 4 મહિના સુધી પીવા જેવો  છે. સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

ઉનાળો આવતાની સાથે જ બજારમાં કેરી પણ આવી ગઇ છે. સૌરાષ્ટ્રની કેરી તાલાલાની કેરી ગુજરાતની સાથે સમગ્ર દેશ અને વિદેશમાં તેનો સ્વાદ લોકોને પસંદ પડ્યો છે. બાળકો હોય કે વડીલો દરેક કેરી ખૂબ જ શોખીન ખાય છે અને તેનો રસ પણ પીવે છે. લગભગ આખા ભારતમાં કેરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કેરીની અનેક જાતો આવે છે તેમાં સ્વાદ પણ અલગ અલગ હોય છે. લોકોને દરેક પ્રકારની કેરીનો સ્વાદ ગમે છે. કેરીના આ ગુણોને કારણે તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઉનાળામાં કેરી રસ નું સેવન કરે છે. આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કેરીનો રસ પોષક તત્વોથી ભરપૂર

કેરીએ મોસમી ફળ છે જે ઉનાળાની ઋતુમાં આવે છે. જાણકારોનું માનીએ તો કેરી સ્વાદિષ્ટ લાગે છે એ સાથે જોઇએ તો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે કેરીના રસનું સેવન કરો છો, તો તે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. કેરી રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેરીના રસમાં વિટામિન સી પુરતી માત્રામાં હોય છે. કેરીના રસમાં ડાયેટરી ફાઇબર, સાઇટ્રિક એસિડ, વિટામિન સી, બીટા કેરોટીન, પોટેશિયમ, આયર્ન જેવા તત્વો પણ હોય છે. તેથી જો તમે કેરીના રસનું સેવન કરો. તેથી આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓનો શિકાર થવાથી બચી શકો છો.

આંખો માટે પણ આ રસ ફાયદાકારક

કેરીના રસનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેરીના રસમાં વિટામિન એ જોવા મળે છે, જે આંખોની રોશની સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. કેરીના રસનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેરીના રસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. તે ત્વચાને પણ સુધારે છે.કહેવાય છે કે  કેરીના રસનું સેવન ભૂખ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી જે લોકોને ભૂખ ન લાગતી હોય તેઓએ કેરીના રસનું સેવન કરવું જોઈએ. કેરીના રસમાં ડાયેટરી ફાઈબર મળી આવે છે, જે પાચનતંત્રને સુધારે છે. આ સાથે તે કબજિયાતની ફરિયાદને દૂર કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચોઃ તમને જવાનીમાં જ બુઢ્ઢા બનાવી દેશે 6 આદતો, સ્વાસ્થ માટે પણ છે નુકશાનકારક

વધુ પડતુ સેવન કરવું યોગ્ય નથી

ઉનાળામાં કેરીના રસમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. તેથી જો તમે કેરીના રસનું સેવન કરો છો તો તેનાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે. કેરીના રસનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. કેરીમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે. તેથી તેનું સેવન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. કેરીના રસનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે. ઘણા લોકો કેરીને કારણે એલર્જીની ફરિયાદ કરે છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જે લોકો વજન ઘટાડવાની જરૂર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Mango Juice Juice Mango Juice health tips કેરી રસ કેરીના રસના ફાયદા હેલ્થ ટિપ્સ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ