બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 6 habits will make you old before age, worst for health
આ દુનિયામાં ઉંમર જ એકમાત્ર એવી વસ્તુ છે જે તમે પૈસાથી ખરીદી શકતા નથી અથવા કોઈપણ સારવાર દ્વારા પાછી મેળવી શકતા નથી. એકવાર ઉંમર જતી રહે છે તો એ જતી જ રહે છે. તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું આયુષ્ય લાંબુ બને. તે 100 વર્ષ સુધી જીવે. પરંતુ કેટલીકવાર વ્યક્તિની કેટલીક આદતો એવી હોય છે જે તેને નુકસાન પહોંચાડે છે. આ આદતો વ્યક્તિને મૃત્યુની અણી પર લઈ જાય છે. માણસની ખરાબ ટેવો તેની સૌથી મોટી દુશ્મન હોય છે. જો આદતોને સમયસર બદલવામાં ન આવે, તો થોડા સમય પછી તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરી નાખે છે.
ADVERTISEMENT
બદલી નાખો આ આદતો -
સ્ક્રીન ટાઇમ ઘટાડો - આજકાલ મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો વધુ ઉપયોગ કરવાથી તમારી ઉંમર પર અસર પડે છે. તેથી આ આદતને થોડી બદલવાની જરૂર છે. ફોન અને લેપટોપનો ઉપયોગ માત્ર કામ માટે કરતા શીખો.
ADVERTISEMENT
પૂરતી ઊંઘ લો - સાથે જ જો તમે ઓછું ઊંઘો છો, તો આ પણ એક આદત છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ અસર કરી શકે છે. તેથી, વ્યક્તિએ પૂરતી માત્રામાં ઊંઘ લેવી જોઈએ. વ્યક્તિએ ઓછામાં ઓછા 6 થી 8 કલાક સૂવું જોઈએ.
.jpg)
ADVERTISEMENT
જંક ખાવાનું ટાળો - જો તમે મસાલેદાર અને તળેલી વસ્તુઓના શોખીન છો તો આ શોખ તમારા પર ભારે પડી શકે છે. સાથે જ જો તમને જંક ફૂડ ખાવાનો પણ શોખ હોય તો તમારે એ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આના કારણે તમે કોલેસ્ટ્રોલ અને હાર્ટ સહિત અનેક રોગોનો ભોગ બની શકો છો.
દારૂ-તમાકુનાં છે જીવલેણ શોખ - બીજી તરફ, જો તમે સિગારેટ, બીડી કે ગાંજા-દારૂનું સેવન કરો છો તો આ આદત તમને ખતરનાક પરિણામો તરફ દોરી શકે છે. માદક દ્રવ્યોનું વ્યસન તરત જ છોડી દેવું એ તમારા હિતમાં છે.
ADVERTISEMENT
વધારે વાર બેસી ન રહો - જો તમે કલાકો સુધી એક જગ્યાએ બેસી રહો છો તો તમારી આદત બદલી નાખો, તેનાથી તમને નુકસાન થઈ શકે છે. જો તમારું કામ એવું છે, તો થોડી-થોડી વારે ઉઠો અને તમારા શરીરને હલનચલન કરતા રહો, જેથી તે સક્રિય રહે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી શરીર પર ખરાબ અસર પડે છે.
વધુ વાંચો: શું તમે તળ્યા પછી વધેલા તેલનો કરો છો વારંવાર ઉપયોગ? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ
ADVERTISEMENT
વધુ મીઠું ખાવાનું ટાળો - જો તમને તમારા ભોજનમાં વધુ પડતું મીઠું ભાવે છે, અને તમે ભોજનમાં ઉપરથી મીઠું નાખો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. મીઠાના વધુ પડતા ઉપયોગથી તમારું બ્લડ પ્રેશર વધી જાય છે. બ્લડ પ્રેશર વધવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. અનેક પ્રકારની બીમારીઓ તમને ઘેરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.