બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ગુજરાત / CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામને લઈ મહત્ત્વના સમાચાર, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

શિક્ષણ / CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામને લઈ મહત્ત્વના સમાચાર, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

Last Updated: 09:01 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યની મોડેલ સ્કૂલોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના માટેની મેરિટ ટેસ્ટનું પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરે તેવી શક્યતા છે

અમદાવાદ: CET, સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. CET, સ્કોલરશીપ પરીક્ષાના પરિણામ ચૂંટણી પછી જ જાહેર થશે. માહિતી અનુસાર, પરીક્ષાના પરિણામની સાથે-સાથે મેરિટ લિસ્ટ પણ જાહેર કરવાનું હોય છે, જેથી હવે આ પ્રક્રિયા ચૂંટણી પછી જ શરૂ થાય એવી સ્થિતિ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યની મોડેલ સ્કૂલોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના માટેની મેરિટ ટેસ્ટનું પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યની પ્રોજેક્ટ શાળાઓમાં એડમિશન માટે 30 માર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને સ્કોલરશીપ માટેની પરીક્ષા લેવાઈ હતી. હવે આ પરીક્ષાના પરિણામ ચૂંટણીની આચારસંહિતાના કારણે મોડા આવશે. શિક્ષણ વિભાગ અને પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષા 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષા લેવાયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સ્કોલરશીપ માટેની પરીક્ષાના પરિણામ ચૂંટણી આચારસંહિતાના કારણે હવે ચૂંટણી પછી જ જાહેર થાય તેવી શકયતાં છે.

વધુ વાંચો: ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, આ તારીખથી નીકળશે કોલલેટર

મહત્ત્વનું છે કે પરીક્ષા લેવાઈ ગઈ છે, મૂલ્યાંકનની કામગીરી પણ નક્કી કરેલા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે, છતાં આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય એવી સ્થિતિ ઉભી થઈ છે. શિક્ષણ વિભાગના ડેટા અનુસાર, બંને ટેસ્ટ માટે 13.14 લાખ રજિસ્ટ્રેશન મળ્યા હતા. ડેટા દર્શાવે છે કે મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે 7.12 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 1.78 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી. જયારે શિષ્યવૃત્તિ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા લગભગ 1.36 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ